ભરૂચ જિલ્લામાં વરસાદની પરિસ્થિતિને પગલે પ્રભારી સચિવ શાહમિના હુસેનના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ, પ્રભારી સચિવે વિવિધ વિભાગના અધિકારીઓને તકેદારી રાખી એલર્ટ રહેવા સૂચિત કર્યા - વર્તમાન સ્થિતિની સમીક્ષા અને આગોતરા આયોજન સાથે તમામ વિભાગો સતર્ક રહે તે અંગે માર્ગદર્શન આપી જરૂરી સૂચનો કર્યા. - At This Time

ભરૂચ જિલ્લામાં વરસાદની પરિસ્થિતિને પગલે પ્રભારી સચિવ શાહમિના હુસેનના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ, પ્રભારી સચિવે વિવિધ વિભાગના અધિકારીઓને તકેદારી રાખી એલર્ટ રહેવા સૂચિત કર્યા – વર્તમાન સ્થિતિની સમીક્ષા અને આગોતરા આયોજન સાથે તમામ વિભાગો સતર્ક રહે તે અંગે માર્ગદર્શન આપી જરૂરી સૂચનો કર્યા.


ભરૂચ જિલ્લામાં વરસાદની પરિસ્થિતિને પગલે પ્રભારી સચિવ શાહમીના હુસેનના અધ્યક્ષસ્થાને ક્લેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં પ્રભારી સચિવે વર્તમાન સ્થિતિની સમીક્ષા અને આગોતરા આયોજન સાથે તમામ વિભાગો સતર્ક રહે તે અંગે માર્ગદર્શન આપી જરૂરી સૂચનો કર્યા હતા.
જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ વરસાદની પરિસ્થિતિને પગલે ભરૂચ જિલ્લામાં થયેલી કામગીરીથી પ્રભારી સચિવને વાકેફ કર્યા હતા. જિલ્લામાં સામાન્ય નાગરિકો સુધી સિધા પહોંચી શકાય તે માટે ડીઝાસ્ટર મેનેજમેન્ટ દ્નારા શરૂ કરાયેલી વોટ્સ અપ ચેનલની જાણકારી આપી હતી.
આ બેઠકમાં પ્રભારી સચિવશ્રીએ વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ સાથે જિલ્લામાં થયેલા ભારે વરસાદના કારણે ઉભી થયેલી પરિસ્થિતિ, નદી અને ડેમની સ્થિતિ, વીજળી, પાણી પુરવઠા, પશુમૃત્યુ, આરોગ્ય, જિલ્લાના તમામ રોડ રસ્તાની કામગીરી અંગે સમીક્ષા કરી યોગ્ય જરૂરી માર્ગદર્શન આપી સંભવિત જોખમ સામે એલર્ટ રહેવા સૂચન કર્યું હતું. સાથે જ તેમણે પ્રવર્તમાન વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ જિલ્લા અને તાલુકા વહીવટી તંત્રના અધિકારી-કર્મચારીઓને હેડ ક્વાર્ટર ખાતે ફરજ પર હાજર રહેવા ભારપૂર્વક જણાવ્યું હતું.
હવામાન વિભાગના અનુસાર ભારેથી અતિભારે વરસાદની આગાહી બાબતને અનુલક્ષીને વહીવટી તંત્રને જરૂરી તમામ આગોતરી તૈયારીઓ કરવા પ્રભારી સચિવશ્રીએ સૂચનાઓ આપી હતી.જીલ્લામાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાને રાખી પશુપાલન, માર્ગ અને મકાન, આરોગ્ય વિભાગ, નગરપાલીકા, અને પ્રાંત ઓફિસરો અધિકારીશ્રીઓને પણ તકેદારીના પગલાં લેવા સૂચિત કરાયા હતા.
વરસાદ બંધ થયા બાદ પાણી ભરાઈ ન રહે, સાફસફાઈ સહિત રોગચાળો ન ફેલાય તે માટે દવા છંટકાવ અને ક્લોરિનેશન સહિત તકેદારીના પગલાં ભરવા, બંધ રોડ-રસ્તા સત્વરે પૂર્વવત થાય, જેટકો અને ડીજીવીસીએલ સંકલનમાં રહી સૂચારું રીતે કામગીરી કરવા સૂચના આપી હતી. વીજ પુરવઠો ખોરવાય તો સત્વરે પૂર્વવત થાય, ડેમમાં પાણીની આવક થતાં પાણીની સપાટીનું સતત મોનીટરીંગ થાય, તે અંગે સંબંધિત લાઈન ડિપાર્ટમેન્ટને જરૂરી કાર્યવાહી કરવા પ્રભારી સચિવે આદેશ આપ્યો હતો.
જીલ્લા કલેકટ તુષાર સુમેરાએ પણ બેઠકમાં હાજર રહેલા તમામ અધિકારીઓને પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ તકેદારીના તમામ પગલાં ભરવા જણાવ્યું હતું.
આ બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારી પી.આર.જોષી,જિલ્લા પોલીસવડા મયુર ચાવડા, નિવાસી અધિક કલેકટર એન.આર.ધાંધલ, પ્રાંત અધિકારીઓ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, ચીફ ઓફિસર,માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ, જેટકો તથા ડીજીવીસીએલના અધિકારીઓ તેમજ અમલીકણ અધિકારીગણ અધિકારીઓઓ હાજર રહ્યા હતા.

મલેક યસદાની
At This Time Bharuch
7043265606


7043265606
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.