5985 મિલ્કતોમાં વધુ બાંધકામ-હેતુફેર મળ્યા : રીએસએસમેન્ટ : મવડીનો વોર્ડ નં.11 ટોપ પર - At This Time

5985 મિલ્કતોમાં વધુ બાંધકામ-હેતુફેર મળ્યા : રીએસએસમેન્ટ : મવડીનો વોર્ડ નં.11 ટોપ પર


રાજકોટ મહાપાલિકાની વેરા વિભાગની ગાડી ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 50 કરોડ જેટલી આગળ દોડી રહી છે ત્યારે ચાલુ વર્ષમાં 6 હજાર જેટલી મિલ્કતોમાં રીએસસમેન્ટ પણ કરવામાં આવ્યા છે. જુદા જુદા વોર્ડમાં આવેલી અનેક મિલ્કતમાં વધારાના બાંધકામ, હેતુફેર સહિતના કારણોથી આ પ્રોપર્ટીના વેરા બીલ મોટા કરવામાં આવ્યા છે.
મનપાને ચાલુ વર્ષમાં મિલ્કત વેરાની આવક 254 કરોડ જેટલી થઇ ગઇ છે અને 3.40 લાખ જેટલા નાગરિકોએ વેરો જમા કર્યો છે. ઓકટોબરથી બાકીદારો પર વ્યાજ ચડવાનું શરૂ થયું છે ત્યારે કોર્પોરેશને 5985 કેસમાં પુન: આકારણી કરી છે એટલે કે આટલા વેરા બીલમાં સ્થળ પરના બાંધકામ અને નવા માપના આધારે ફેરફાર કરવામાં આવ્યા છે.
સૌથી વધુ તફાવત વોર્ડ નં.11ના મવડી વિસ્તારમાં 875 મિલ્કતનો આવ્યો છે. વોર્ડ નં.7માં 561, વોર્ડ નં.8માં 509, વોર્ડ નં.14માં 480, વોર્ડ નં.12માં 354, વોર્ડ નં.18માં 350 મિલ્કતમાં પુન: આકારણી કરવામાં આવી છે. સ્થળ પર વધુ બાંધકામ મળવાના કેસ વધુ છે.
મિલ્કતના કમ્પલીશન બાદ બાંધકામમાં વધારાના પણ અનેક કેસ ધ્યાને આવ્યા હોય આ અંગે વેરા અને ટાઉન પ્લાનીંગ શાખા સંકલન કરશે કે કેમ કાયમની જેમ સવાલ રહ્યો છે.
એપ્રિલથી ઓકટોબર સુધીના ચાલુ વર્ષમાં 14788 નવી આકારણી થઇ છે તેમાં વેસ્ટ ઝોનમાં સૌથી વધુ 7299, ઇસ્ટ ઝોનમાં 4487 અને સેન્ટ્રલ ઝોનમાં 3002 મિલ્કત સામેલ છે. 10994 મિલ્કતમાં નામ ટ્રાન્સફર, 22માં વાંધા અરજી આવી છે. જે અંગે ટેકસ શાખા આગળની કાર્યવાહી કરી રહી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.