જિલ્લા કલેક્ટર ડો.જીન્સી રોયના અધ્યક્ષસ્થાને 26 જાન્યુઆરીના જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણીના સુચારૂં આયોજન અંગે મળી બેઠક - At This Time

જિલ્લા કલેક્ટર ડો.જીન્સી રોયના અધ્યક્ષસ્થાને 26 જાન્યુઆરીના જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણીના સુચારૂં આયોજન અંગે મળી બેઠક


જિલ્લા કલેક્ટર ડો.જીન્સી રોયના અધ્યક્ષસ્થાને 26 જાન્યુઆરીના જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણીના સુચારૂં આયોજન અંગે મળી બેઠક

જિલ્લામાં શાનદાર રીતે રાષ્ટ્રીય પર્વની ઉજવણી થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લા કક્ષાનાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી રાણપુર યોજાશે, જે અંતર્ગત જિલ્લા કલેક્ટરએ મંડપ,ગ્રાઉન્ડ સુશોભન,ડાયસ પ્લાન, કાર્યક્રમ સ્થળે સઘન સુરક્ષા,પ્રમાણપત્ર વિતરણની કામગીરી,સાંસ્કૃતિક કાર્યક્રમની તૈયારીઓ સહિતની વિવિધ કામગીરી અંગે સબંધિત વિભાગના અધિકારીઓને સૂચિત કર્યા હતા.બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાનિયાએ રચનાત્મક સૂચનો કર્યા હતા આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર પી.એલ.ઝણકાત,નાયબ જિલ્લા વિકાસ અધિકારી,જિલ્લા આયોજન અધિકારી સહિત સંકલનના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.