હાર્ટ એટેકના વધતા પ્રમાણને ધ્યાને લઈ શિક્ષકો માટે CPR તાલીમનું આયોજન - At This Time

હાર્ટ એટેકના વધતા પ્રમાણને ધ્યાને લઈ શિક્ષકો માટે CPR તાલીમનું આયોજન


બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

૩ ડિસેમ્બરના રોજ સી. યુ. શાહ મેડિકલ કોલેજ ખાતે ૨૪૦૦ શિક્ષકોને તાલીમ અપાશે.

તબક્કાવાર કુલ ૭૨૦૦ શિક્ષકોને હૃદય રોગના હુમલા સમયે અસરકારક નીવડતી CPRની તાલીમ અપાશે.

હાર્ટ એટેકના વધતા પ્રમાણને ધ્યાને લઈ CPR તાલીમ લેવાની સરકારની સૂચનાને અનુસરતા સમગ્ર શિક્ષણ પરિવાર, સુરેન્દ્રનગર દ્વારા શિક્ષણ ક્ષેત્રે કાર્યરત શિક્ષકો સહિતના કર્મચારીઓ અધિકારીઓને તાલીમ આપવાનું સઘન આયોજન કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે હૃદય રોગના હુમલાના ઘણા કિસ્સાઓમાં દર્દીને સમયસર સ્થળ પર જ CPR ટ્રીટમેન્ટ મળી જવાના કારણે જીવ બચી ગયો હોવાના દાખલા નોંધાયા છે ત્યારે શાળાના બાળકો પૈકી કોઈને જો હૃદય રોગના હુમલો આવે તેવી સંભાવના ધ્યાને રાખીને સરકાર દ્વારા શિક્ષકોને આ તાલીમ આપી સજ્જ કરવાની સૂચના આપવામાં આવી છે જેને અનુસરી ત્રણ તબક્કામાં યોજાનાર આ તાલીમમાં પ્રથમ તા. ૩ ડિસેમ્બર, ૨૦૨૩ના રવિવારના રોજ સી. યુ. શાહ મેડિકલ કોલેજ, ટી.બી. હોસ્પિટલ કેમ્પસ, સુરેન્દ્રનગર ખાતે તાલીમ યોજાશે. સવારે ૦૯.૦૦ કલાકથી સાંજના ૦૫.૦૦ કલાક દરમિયાન યોજાનારી આ તાલીમમાં કુલ ૮ બેચમાં સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા તેમજ શિક્ષણ ક્ષેત્રે કામગીરી કરતા કુલ ૨૪૦૦ જેટલા અધિકારીઓ કર્મચારીઓને તાલીમ આપવામાં આવશે ત્યાર બાદ ૧૭ ડિસેમ્બર અને ૨૪ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ પણ તબક્કાવાર તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે આમ જિલ્લાના કુલ ૭૨૦૦ જેટલા શિક્ષણના અધિકારીઓ કર્મચારીઓ ને સીપીઆરની તાલીમ આપી શાળામાં ભણતા બાળકોને હ્રદયરોગના હુમલાના કિસ્સામાં જરૂર પડ્યે CPR આપવા માટે સજ્જ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.