**ઝાલોદ તાલુકાના વસ્તી ખાતે મુકેશભાઈ ડાંગીની અધ્યક્ષતાને કોરીડોર -હાઇવેના( ૧૪) ગામોના અસરગ્રસ્ત ખેડૂત આગેવાન સાથે મિટીંગ યોજી ખેડુતોને મુળભુત સુવિધાઓ ત્વરિત પ્રાપ્ત થાય તે સંદર્ભે ચર્ચા વિચારણા કરાઈ**
***ઝાલોદ તાલુકાના વસ્તી ખાતે મુકેશભાઈ ડાંગીની અધ્યક્ષતાને કોરીડોર -હાઇવેના( ૧૪) ગામોના અસરગ્રસ્ત ખેડૂત આગેવાન
સાથે મિટીંગ યોજી,
વધુ વિગત પ્રમાણે, દિલ્હી -મુંબઈ કોરીડોર હાઇવેમાં જમીન સંપાદન કરી હાઇવેનુ કામ ચાલુ કરી અણગઢ રીતે માટી પુરાણ કરવામાં આવતાં ઝાલોદ તાલુક ના ચૌદ ગામોના ગરીબ આદિવાસી ખેડૂતોની લાઈટ, કુવા, બોર, હેન્ડ પમ્પ, રસ્તા, નાળા, મકાનો, વૃક્ષો, જેવી અનેક મૂળભૂત સુવિધા છીનવાઈ જવાની સાથે સાથે ચોમાસામાં ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જવાનાં કારણે ૧૪ ગામોના ખેડૂતો નો ડાંગર, મકાઈ, સોયાબીન, જેવા પાકો નિષ્ફ્ળ જતાં. ખેડૂત આગેવાન મુકેશભાઈ એસ. ડાંગીની આગેવાનીમાં તા. 22 ઓગસ્ટના રોજ જીલ્લા કલેકટરશ્રી દાહોદને તમામ બાબતો સાથે મોટી સંખ્યામા ખેડૂતોએ ચીમકી ભર્યું આવેદન આપ્યું હતું.
અને તેમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે, તા. 5 સપ્ટેમ્બર સુધી યોગ્ય જવાબ નહીં મળશે તો તા.6 ઓગસ્ટના રોજ ઝાલોદ તાલુકાના ૧૪ ગામોમાં ચાલતું કામ અટકાવી દેવાંમાં આવશે.
તેમ મુજબ ના થતાં મુકેશભાઈ ડાંગીની આગેવાનીમાં ખુબ મોટી સઁખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી હાઇવેનું કામ બંધ કરાવી દેતા પોલીસ તંત્ર દોડતું થયું હતું અને વસ્તી ગામ પોલીસ છાવણીમાં બદલાયું હતું....
જ્યાં ઝાલોદ પ્રાંત અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં નેશનલ હાઇવેના અધિકારીઓએ તમામ બાબતે સર્વે કરી તમામ પ્રશ્નોનું નિવારણ લાવવા ખેડૂતોને વચન આપતાં કામ પુન: ચાલુ કરવા દેવાંમાં આવ્યું હતું.
તે બાદ નેશનલ હાઇવેના અધિકારીઓને સાથે રાખી મુકેશભાઈ ડાંગીની ઓએ ત્રણ દિવસ સુધી પગપાળા ચાલી મુણધા થી ચાટકા સુધી વિડિઓગ્રાફી સાથે સર્વે કરાવેલ હતું.....
જે બાદ તા. 3 ઓક્ટોમ્બરના રોજ સર્વેની તમામ યાદી સાથે મુકેશભાઈ ડાંગી ખેડૂતો સાથે પ્રાંત અધિકારીશ્રી ઝાલોદને મળી યાદીમાં જણાવેલ તમામ બાબતોના જવાબદાર અધિકારીશ્રીઓ સાથે તા- 14ઓક્ટોમ્બર સુધી ખેડૂતોની મિટિંગ કરાવી તે તમામ માંગણીઓ કેટલા સમયમાં પૂર્ણ કરવામાં આવશે જેની લેખિત બાહેંધરી માંગી હતી...
જે બાબતે તા.14 અને 15 ઓક્ટોમ્બર એમ બે દિવસ જવાબદાર અધિકારીઓની મિટિંગ ચાલી હતી. જેમાં પ્રાંત અધિકારીશ્રીની ઉપસ્થિતિ માં તા. 17ઓક્ટોમ્બરના રોજ લેખિત બાંહેદરી આપવાનું જવાબદાર અધિકારીઓ દ્વારા વચન આપવામાં આવેલ હતું.
પરંતુ આજદિન સુધી જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ લેખિત આપવામા સુધ્ધા આપેલ નથી.
આજરોજ તા. 02 નવેમ્બર ના રોજ ચૌદ ગામોના મુખ્ય આગેવાન ખેડૂતો ની મિટિંગ વસ્તી ગામે મુકેશભાઈ ડાંગી ની આગેવાની માં મળેલ હતી.
જેમાં તમામ ગામોના ખેડૂત આગેવાનો દ્વારા. તા. 06 નવેમ્બરના રોજ સવારે 8.00 ક્લાકે વસ્તી ગામે ૧૪ ગામોના અસરગ્રસ્ત તમામ ખેડૂતોએ પોતાના પરિવાર સાથે એકઠા થઈ હવે જ્યાં સુધી પાક નિષ્ફ્ળ ના વળતર અને બાકી રહેલ વળતરની સાથે મૂળભૂત સુવિધાઓ જ્યાં સુધી ઉપલબ્ધ નહીં કરાશે આપવામા નહી આવે ત્યાં સુધી આ કોરીડોર હાઇવેનું કામ ચાલુ નહીં કરવા દેવાંમાં આવે તેવું મિટિંગમા નકકી કરવામાં આવેલ હતુ....
8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.