પશ્ચિમ રેલ્વે દ્વારા અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન ની શરૂઆત.
અમદાવાદ-જામનગર વંદે ભારત એક્સપ્રેસ ઓખા સુધી લંબાવવામાં આવી,
પશ્ચિમ રેલ્વે ૧૩ માર્ચ, ૨૦૨૪ થી અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવા માટે પુરી તૈયાર છે હાલમાં પશ્ચિમ રેલ્વે પાસે ૦૫ વંદે ભારત ટ્રેનો જેમ કે ગાંધીનગર કેપિટલ-મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ (સાબરમતી) -જોધપુર, અમદાવાદ-જામનગર, ઈન્દોર- ભોપાલ-નાગપુર અને ઉદયપુર-જયપુર (ચિત્તૌરગઢ ખાતે સ્ટોપ) દોડી રહી છે,
પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ વિજ્ઞપ્તિ મુજબ અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસનું ઉદ્ઘાટન અને અમદાવાદ-જામનગર વંદે ભારત એક્સપ્રેસનું ઓખા સુધી વિસ્તરણ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૧૨ માર્ચ ૨૦૨૪ ના રોજ સવારે ૦૯ : ૦૦ કલાકે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લીલી ઝંડી બતાવવામાં આવશે,
અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ નું નિયમિત પરિચાલન ૧૩ માર્ચ ૨૦૨૪થી શરૂ થશે,આ ટ્રેન રવિવાર સિવાય અઠવાડિયામાં ૦૬ દિવસ ચાલશે ટ્રેન નંબર ૨૨૯૬૨ અમદાવાદ - મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ અમદાવાદથી ૦૬:૧૦ કલાકે ઉપડશે અને ૧૧:૩૫ કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે એ જ રીતે ટ્રેન નંબર ૨૨૯૬૧ મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલથી ૧૫:૫૫ કલાકે ઉપડશે અને ૨૧:૨૫ કલાકે અમદાવાદ પહોંચશે, આ ટ્રેન બન્ને દિશાઓમાં વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશન પર ઉભી રહેશે અને આ ટ્રેનમાં ફક્ત એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર કોચ ની સુવિધા મુસાફરો માટે રહેશે,
ટ્રેન નંબર ૨૨૯૨૫ - ૨૨૯૨૬ અમદાવાદ-જામનગર વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસને ઓખા સ્ટેશન સુધી લંબાવવામાં આવી રહી છે, ટ્રેન નંબર ૨૨૯૨૫ અમદાવાદ - ઓખા વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ અમદાવાદથી મંગળવાર સિવાય દરરોજ ૧૮:૧૦ કલાકે ઉપડશે અને બીજા દિવસે ૦૦:૪૦ કલાકે ઓખા પહોંચશે...તેજ રીતે પરત દિશામાં ટ્રેન નંબર ૨૨૯૨૬ ઓખા-અમદાવાદ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ઓખાથી બુધવાર સિવાય દરરોજ ૦૩:૪૦કલાકે ઉપડશે અને તે જ દિવસે ૧૦:૧૦ કલાકે અમદાવાદ પહોંચશે, આ ટ્રેન બન્ને દિશાઓમાં સાબરમતી, સાણંદ, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ, જામનગર અને દ્વારકા સ્ટેશને ઉભી રહેશે, આ ટ્રેનમાં ફક્ત એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર કોચ ની સુવિધા મુસાફરો માટે રહેશે.
Report by :- Keyur Thakkar
Ahmedabad
9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.