135 વર્ષ જૂના વોટસન મ્યુઝિયમને અદ્યતન બનાવાશે : 12 ઐતિહાસિક સ્મારકોના જીર્ણોધ્ધારનું અભિયાન - At This Time

135 વર્ષ જૂના વોટસન મ્યુઝિયમને અદ્યતન બનાવાશે : 12 ઐતિહાસિક સ્મારકોના જીર્ણોધ્ધારનું અભિયાન


રાજય સરકારોના પ્રયાસોથી રાજકોટના ઐતિહાસિક સ્મારકોને પુન: સંરક્ષિત કરી જીવંત બનાવવાનું અભિયાન ચાલી રહ્યું છે ત્યારે આજે પ્રવાસન મંત્રી મૂળુ બેરાની અધ્યક્ષતામાં રાજકોટની શાન સમાન ઐતિહાસિક 144 વર્ષ જૂના જામ ટાવરને પુન: સંરક્ષિત કરવામાં આવતા ફરી ઘંટનાદ ગૂંજી ઉઠ્યો હતો. આ સાથે જ જૂની સાંકળી ગામના સાંકળેશ્વર મહાદેવને પુનઃ સંરક્ષિત કરવામા આવ્યા હતા. આ તકે રાજકોટ શહેરના 135 વર્ષ જૂના વોટસન મ્યુઝિયમને અદ્યતન બનાવવાનો માટેનો સંકલ્પ લેવાયો હતો તો જિલ્લાના 12 ઐતિહાસિક સ્મારકોના જીર્ણોધ્ધારનું અભિયાન ચાલી રહ્યું હોવાનું જિલ્લા કલેક્ટરે જણાવ્યુ હતુ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.