બોટાદ નું ગૌરવ હેલી પટેલ - At This Time

બોટાદ નું ગૌરવ હેલી પટેલ


બોટાદ નુ ગૌરવ હેલી પટેલ

બોટાદ નુ ગૌરવ જ્ઞાનમંજરી હેલી પટેલ સ્કૂલ ભાવનગરની સ્ટુડન્ટ અને મૂળ બોટાદના વતની એવી એ આ વર્ષે 2022 માં આયોજિત NEET પરીક્ષામાં 720 માંથી 705 માર્ક્સ સ્કોર કરી, સમગ્ર ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર જિલ્લાના આજ સુધીના તમામ રેકોર્ડ બ્રેક કરી ઉત્તીર્ણ થયેલ છે. અને સમગ્ર ગુજરાતમાં ત્રીજું સ્થાન, અને સમગ્ર ભારતમાં 31 મું સ્થાન, પ્રાપ્ત કરેલ છે. આવનારા ભવિષ્યમાં હેલી દિલ્હીની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સ, એઇમ્સ માં તબીબી ક્ષેત્રમાં એડમિશન લઈનેતેમના મમ્મી ડોક્ટર અનિતા જી કળથીયા ઇ એન ટી સર્જન બોટાદ ના પથ પર આગળ વધી એક સફળ અને સેવાભાવી તબીબ બનવાની મહેચ્છા રાખે છે. આ તબક્કે સમગ્ર સમાજ અને સહુ વતી તેમને ખૂબ ખૂબ અભિનંદન. અને તે તેમના સપના સરસ રીતે સાકાર કરે તેવી શુભકામનાઓ.

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.