વિસાવદર શહેરમાં મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળ્યો હોય જરૂરી ફોગીંગ કરાવી પગલાં ભરવા ટિમ ગબ્બરની માગ - At This Time

વિસાવદર શહેરમાં મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળ્યો હોય જરૂરી ફોગીંગ કરાવી પગલાં ભરવા ટિમ ગબ્બરની માગ


વિસાવદર શહેરમાં મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળ્યો હોય જરૂરી ફોગીંગ કરાવી પગલાં ભરવા ટિમ ગબ્બરની માંગવિસાવદરતા.ટિમ ગબ્બર ગુજરાતના સ્થાપક કે. એચ.ગજેરા -એડવોકેટ, સુરત તથા વિસાવદરના સ્થાનિક એડવોકેટ નયનભાઈ જોશી દ્વારામુખ્યમંત્રી,આરોગ્ય મંત્રી,કલેક્ટર,જુનાગઢ જિલ્લા આરોગ્ય અધિકારી,
તાલુકા વિકાસ અધિકારી વિસાવદર ચીફ ઓફિસર વિસાવદર વિગેરેને લેખિત રજુઆત કરી જણાવેલ છે કે, વિસાવદર શહેર તથા તેના ગ્રામ્ય પંથકમાં ચોમાસા પછી સતત મચ્છરોના ઉપદ્રવના કારણે ડેન્ગ્યુ તથા ચિકનગુનિયા અને સાંધાના દુખાવાના અનેક કેસો છેલ્લા ઘણા દિવસોથી જોવા મળી રહ્યા છે આ બાબતે સરકારી આંકડાઓ ઉપર પણ આવા કેસોની સંખ્યા દર્શાવાઇ રહી છે ઉપરાંત સરકારી તથા ખાનગી હોસ્પિટલમાં આ બાબતેની સારવાર લેતા દર્દીઓની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થતો જાય છે ત્યારે આ પરિસ્થિતિ પહોંચી વળવા માટે માણસ લાચાર બનેલ હોય જેથી તાત્કાલિક અસરથી વિસાવદર શહેરના તમામ વિસ્તારમાં તથા ઘરોમાં તાત્કાલિક મચ્છરોના ઉપદ્રવને મિટાવવા ફોગીંગ કરવામાં આવે તે જરૂરી હોય તેમજ અન્ય તાત્કાલિક પગલાં ભરવા જરૂરી હોય તેવી અમારી ટિમ ગબ્બરની રજુઆત છે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.