વિસાવદર કોર્ટમાં પી. જી.વી.સી.એલ. કંપનીના કેસમાં નવોજ વળાંકએક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો : આખરે સમજાવટથી કેસનો નિકાલ - At This Time

વિસાવદર કોર્ટમાં પી. જી.વી.સી.એલ. કંપનીના કેસમાં નવોજ વળાંકએક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો : આખરે સમજાવટથી કેસનો નિકાલ


વિસાવદર કોર્ટમાં પી. જી.વી.સી.એલ. કંપનીના કેસમાં નવોજ વળાંકએક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો : આખરે સમજાવટથી કેસનો નિકાલવિસાવદરતા.વિસાવદર કોર્ટમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવેલ હતો જે ત્યારબાદ સુખદ અંત આવતા લોકાઅદાલતમાં તેનો વ્યવહારુ ઉકેલ લાવી કેસમાં સમાધાન નોંધવામાં આવેલ હતું આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે પી.જી.વી.સી.એલ. કંપનીના સબ ડિવિઝન નંબર બે ના અધિકારી દ્વારા વિસાવદર તાલુકાના એક વ્યક્તિ સામે વીજબિલ વસુલ મેળવવાનો દાવો દાખલ કરેલ હતો આ વ્યક્તિ જુદા જુદા બે નામના આધાર કાર્ડ ધરાવતો હતો અને તેને ત્યાં વિજકનેક્શન પકડાયા બાદ દાવાના તથા દરખાસ્તમાં સમન્સ બજાવવા માટે જાય ત્યારે સમન્સની બજવણી કરવા આવનાર વ્યક્તિને જુદા જુદા આધારકાર્ડ બતાવી આ નામની વ્યક્તિ તેઓ નથી તેમ કહી પોતાનું આધારકાર્ડ બતાવી દે તો અને બીજા આધારકાર્ડ ના આધારે નામ ફેરવી પી.જી.વી.સી.એલ. કંપની માંથી ઘર વપરાસનું બીજું કનેકશન મેળવી લીધેલ તેવી હકીકત ખૂલેલી ત્યારબાદ બીજા કનેકશન અંગેની માહિતી મળતા પી.જી.વી.સી.એલ. કંપનીના સબ ડિવિઝન નંબર (૨)ના અધિકારી કમલ અખેણીયા તરફથી તે કનેકશન કાપી નાખવાની તૈયારી કરતા અને આજ ગ્રાહકે ખેતીવાડી વીજ કનેક્શનની માંગણી કરતા એક જ વ્યક્તિના ફોટાવાળા બે આધાર કાર્ડ મળી આવેલા જેના નંબર ચેક કરતા એક જ વ્યક્તીનો ફોટો તથા એક જ નંબર માલુમ પડતા પી.જી.વી.સી. એલ.કંપનીના એડવોકેટ નયનભાઈ જોશી દ્વારા આ અંગેની નામદાર કોર્ટમાં રજુઆત કરતા અને ગ્રાહકને આ બાબતે નામદાર કોર્ટના ન્યાયાધીશ એસ.એસ.ત્રિવેદીસાહેબ દ્વારા સમજાવતા તેઓ માની ગયેલ અને એકી સાથે તેમની સામે લેણી થતી રકમ લોક અદાલતમાં ભરપાઈ કરી આપતા કેસનો સુખદ નિકાલ કરવામાં આવેલ હતો અને કોર્ટ પણ આ ગ્રાહક પાસે હવે કોઈ લેણી રકમ રહેતી ન હોય તો તેને નિયમ અનુસાર કનેકશન આપવા પણ અધિકારીઓ ને મૌખિક સૂચના આપેલ હતીઆમ પી.જી.વી.સી. એલ.કંપનીના લેણી રકમ ભરવામાં ચાલાકી વાપરતા લોકોએ ચેતી જવું જોઈએ અને કોર્ટમાં સત્ય જ બોલવું જોઈએ અને આખરે સત્યનો જ વિજય થાય તેવું ચિત્રખડુ થયું હતું.(કોઈ વ્યક્તિ ને ખુલ્લા પાડવા નથી એટલા માટે અહીં ગ્રહકનું નામ તથા ગામ લખેલ નથી)

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.