હિંમતનગરના શિક્ષિત કિન્નર સોનલ દે એ ભાજપા શહેર પ્રમુખ માટે ફોર્મ ભર્યુ
અમે બધે ફરતાં હોઈએ એટલે પ્રજાની સમસ્યાથી વાકેફ છીએ'- સોનલ દે
આ ઉમેદવારી પાછળ સોનલ દેનું કહેવુ છે કે તેઓ હિંમતનગર શહેર સહિત આજુબાજુના ગામ વિસ્તારોમાં સારા-નરસા પ્રસંગોમાં આવતા-જતાં હોવાને કારણે વધુ જનસંપર્ક ધરાવતા હોવાનો દાવો કર્યો છે. અમે બધે ફરતાં હોઈએ તો બધાની સમસ્યા જોઈ, જેથી લોકોનું સારું કરવા માટે ફોર્મ ભરું છું. આ સાથે સોનલદેએ કહ્યું હતું કે અમારે કોઈ છોકરાઓ તો છે નહીં કે અમે અમારા ઘર ભરીએ.
ગુજરાતમાં ભાજપ દ્વારા નવું સંગઠન બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામા આવીછે. ત્યારે તમામ જિલ્લાઓમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારના પ્રમુખ સહિત અન્ય પદાધિકારીઓની પસંદગી કરવા માટે પ્રદેશના નિરીક્ષકોએ તાજેતરમાંજ સાબરકાંઠા જિલ્લાને ચાર વિધાનસભા બેઠકમાં આવતાં તાલુકાઓના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં બૂથ-પ્રમુખોની માહીતી લેવાઇ ચૂકી છે. ત્યારે હિંમતનગર શહેર પ્રમુખ માટે એક શિક્ષિત કિન્નરે પોતાની ઉમેદવારી નોંધાવી છે.
સોનલ દે કિન્નરે પોતાની દાવેદારી નોંધાવી
આ અંગે મળેલી માહિતી મુજબ, થોડાક દિવસ અગાઉ હિંમતનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારના પદાધિકારીઓની નિમણૂક કરવા માટે ઉમેદવારી કરવા માગતા કાર્યકરો પાસે ઉમેદવારીપત્રો ભરાવ્યાં હતાં, જેમાં હિંમતનગર શહેરના ભાજપના પ્રમુખપદ માટે સોનલ દે ચેતના દે કિન્નરે જિલ્લા કાર્યાલયમાં જઇને પોતાની દાવેદારી નોંધાવી હતી. એટલું જ નહીં, પણ બીજી તરફ ચૂંટણીપંચે પણ થર્ડ જેન્ડર તરીકે કિન્નરોને સ્થાન આપ્યું છે. ત્યારે હિંમતનગરના કિન્નરે શહેર પ્રમુખ માટે કરેલી દાવેદારી લોકોમાં ચર્ચાની એરણે ચઢી છે .
હાલ સોનલ દે નો બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં F.Y. BAમાં અભ્યાસ શરૂ છે
એટલું જ નહીં, પણ ડૉ.બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીમાંથી એક્સ તરીકે F.Y. BAમાં અભ્યાસ કરતાં શિક્ષિત સોનલ દે અત્યારે લોકસંપર્ક વધુ ધરાવતા હોવાને કારણે શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોની સમસ્યાઓથી જાણકાર છે.
'પબ્લિકનું સારું કરવા માટે ફોર્મ ભરું છું': સોનલ દે સોનલ દે અત્યારે સ્નાતક બનવા માટે અભ્યાસ કરી રહ્યાં છે. તેમના માનવા મુજબ તેઓ રાજકારણમાં રહીને પોતાનાથી બનતી સેવા કરી નાગરિકોની લોકચાહના મેળવવાની અપેક્ષા રાખે છે. ત્યારે રાજકારણમાં થર્ડ જેન્ડર પદાધિકારી તરીકે દાવેદારી કરવાની શરૂઆત કરી
છે.
9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે
