પ્રાંતિજના સુખડ અને ઘડકણ ખાતે બાળકોનું નામાંકન કરવતા આઈએએસશ્રી બંછાનિધિ પાની - At This Time

પ્રાંતિજના સુખડ અને ઘડકણ ખાતે બાળકોનું નામાંકન કરવતા આઈએએસશ્રી બંછાનિધિ પાની


( રિપોર્ટર:ઝાકીર હુસેન મેમણ )

*પ્રાંતિજના સુખડ અને ઘડકણ ખાતે બાળકોનું નામાંકન કરવતા આઈએએસશ્રી બંછાનિધિ પાની*
***** **
સાબરકાંઠા જિલ્લામાં શ્રી બંછાનિધિ પાની (આઈએએસ) કમિશ્નર ઓફ ટેકનિકલ એજ્યુકેશન ગાંધીનગરની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ પ્રાંતિજ તાલુકાના સુખડ અને ઘડકણ ખાતે યોજાયો હતો.
આ કાર્યક્રમમાં આઈએએસશ્રી બંછાનિધિ પાનીએ જણાવ્યુ હતુ કે શિક્ષણની પધ્ધતિમાં આમૂલ પરીવર્તન આવ્યુ છે. આજના બદલાતા સ્પર્ધાત્મક યુગમાં અધ્યતન- ગુણવત્તાસભર શિક્ષણની અનિવાર્યતા વધી છે. શિક્ષણની વિષયવસ્તુને રટવા કરતા સમજવી ખૂબ જરૂરી છે. જીવનમાં ભણતરની સાથે સાથે કૌશલ્ય ગણું મહત્વનું છે. આજે સરકારશ્રી દ્વારા નમો લક્ષી યોજના અને નમો સરસ્વતી યોજના જેવી યોજનાઓ અમલી બનાવી છે.
આઈએએસશ્રી બંછાનિધિ પાનીએ ઘડકણ ખાતે બાલવાટીકામાં ૧૭, આંગણવાડીમાં આઠ,ધોરણ-૧ માં આઠ, ધોરણ-૯ માં ૧૭૫ અને ધોરણ-૧૧ માં ૧૧૫ વિધ્યાર્થીઓને પ્રવેશ કરાવ્યો હતો. પ્રવેશપાત્ર શાળાના અને આંગણવાડીના બાળકોને સ્કૂલ કીટ આપી અભિનંદન પાઠવ્યા હતા.સાથે જ મહાનુભાવોના હસ્તે શ્રેષ્ઠ દેખાવ કરનાર બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં શિક્ષણ નિરિક્ષકશ્રી સંદિપભાઇ પટેલ, પોલિટેક્નિક આચાર્યશ્રી, શાળાના આચાર્યશ્રી, ટ્રષ્ટીગણ,શિક્ષકમિત્રો, ગ્રામજનો સહિત બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
********


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.