જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ - સાહેલી દ્વારા સરકારી હાઈસ્કૂલ સરવા ખાતે વિવિધ સ્પર્ધા યોજાઈ - At This Time

જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ – સાહેલી દ્વારા સરકારી હાઈસ્કૂલ સરવા ખાતે વિવિધ સ્પર્ધા યોજાઈ


જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ - સાહેલી દ્વારા સરકારી હાઈસ્કૂલ સરવા ખાતે વિવિધ સ્પર્ધા યોજાઈ
જનસેવા અને સંસ્કાર નું સિંચન કરતી સેવા સંસ્થા જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ સાહેલી દ્વારા સરકારી હાઈસ્કૂલ સરવા ખાતે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ અંતર્ગત અને વિવિધ સ્પર્ધાઓ જેમ કે કેશ ગુથણ , રંગોળી ,મહેંદી અને ચિત્ર સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું જેમાં ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ એ મોટી સંખ્યામાં ભાગ લઈ પોતાના કૌશલ્ય અને કળા નો પ્રદર્શન કર્યું શાળાના આચાર્ય તથા સર્વે શિક્ષક ગણે વિદ્યાર્થીઓને પૂરતું માર્ગદર્શન આપી સ્પર્ધાને સફળ બનાવી
જેમાં વિજેતાઓ ને સાહેલી જાયન્ટ્સ બોટાદ તરફથી ૧૫ ઇનામો આપી નવાજવામાં આવેલ.
આ પ્રસંગે જાયન્ટ્સ સાહેલી ના પ્રમુખ હેમલતા બેન દેસાઈ , સેક્રેટરી સોનલબેન આદેશરા , બેલા બેન રોજેસરા , વિજય ભાઈ વાળા ,શાળા ના આચાર્ય તથા શિક્ષણ ગણ ઉપસ્થિત રહેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.