વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિ, ટિમ ગબ્બર તથાદાતાઓના સહયોગથી રામ મંદિર ચોકમાં સી.સી.ટીવી.ના કેમેરા ફિટ કરાશે - At This Time

વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિ, ટિમ ગબ્બર તથાદાતાઓના સહયોગથી રામ મંદિર ચોકમાં સી.સી.ટીવી.ના કેમેરા ફિટ કરાશે


વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિ, ટિમ ગબ્બર તથાદાતાઓના સહયોગથી રામ મંદિર ચોકમાં સી.સી.ટીવી.ના કેમેરા ફિટ કરાશે.વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિતથા ટિમ ગબ્બર નામની સંસ્થા અને જુદા જુદા દાતાઓના આર્થીક સહયોગથી વિસાવદરના રામજી મંદિર ચોકમાં વિસાવદરથી જીવાપરા માં જતા રોડ ઉપર તથા વિસાવદર ના રામજી મંદિરથી મેઈન બજાર રેલવે સ્ટેશન રોડ,તથા વિસાવદરથી જૂની બજાર બસ સ્ટેન્ડ રોડને લાગુ પડે તે રીતે તથા રામ મંદિર ચોકથી મામલતદાર કચેરી રોડને લાગુ પડે તે રિતેના સી. સી.ટીવી.કેમેરા ગામની સુવિધાઓ માં વધારો કરવા માટે અને ગુનાખોરીનું પ્રમાણ ઘટાડવા માટે લગાવવામાં આવશેગણપતિ ઉત્સવ સમિતિ વિસાવદર ના પ્રમુખ સુરેશભાઈ સાદરાણી તથા ટિમ ગબ્બર ગુજરાતના વિસાવદર ના એડવોકેટ નયનભાઈ જોશીના સંયુક્ત ઉપક્રમે દાતાઓના સહયોગથી વિસાવદર ના મેઈનબજાર ચોકમાં કેમેરા મુકવાની જાહેરાત થતા ગામ લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.અત્રે ઉલ્લેખનીય છે કે ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા તથા તેમની સમગ્ર ટિમ દ્વારા ટૂંકા ગાળામાં વિસાવદર પંથકમાં શબવાહીની ની સુવિધાઓ તથા મેડિકલ સાધનો અને કાટિયાની સેવા વિનામુલ્યે એક પણ રૂપિયો કે ડિપોઝીટ લીધા વિના પુરી પાડવામાં આવે છે અને ગરીબ દર્દીઓને ટિફિન સેવા,જરૂરિયાત વાળા બાળકોને અભ્યાસ માટે પુસ્તક સહાય ઓક્સિજન ના મશીન એરકુલરની વિનામૂલ્યે સેવા પૂરી પાડવામાં આવે છે ટુક સમયમાં હજુ વધુ સેવાકીય પ્રવૃતિઓની પણ ટુક સમયમાં જાહેરાત કરવામાં આવનાર હોવાનું ગણપતિ ઉત્સવ સમિતિ વિસાવદર ના એડવોકેટ નયનભાઈ જોશીની એક અખબારી યાદીમાં જણાવાયું છે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.