ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાના હરખભેર વધામણા કરતું અમરેલી - At This Time

ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાના હરખભેર વધામણા કરતું અમરેલી


ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાના હરખભેર વધામણા કરતું અમરેલી

ગામે ગામ ઢોલ નગારા સાથે કૌશિકભાઈ વેકરિયા, જે.વી.કાકડિયા અને જનકભાઈ તળાવિયાનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું

અમરેલી જિલ્લામાં આજનો દિવસ વિશિષ્ટ રહ્યો છે. ચાવંડ ચોકડીથી લઈને અમરેલી સુધી નગરજનોએ અપાર પ્રેમ સાથે ધારાસભ્યોને આવકાર્યા હતા. ઉલ્લેખનીય છે કે અમરેલી વિધાનસભાના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયાને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકની જવાબદારી સોંપવામાં આવી છે. જેને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

ચાવંડ, લાઠી, વરસડા, ઇશ્વરિયા સહિતના ગામોના લોકોએ કૌશિકભાઈ વેકરિયા, જે.વી. કાકડિયા અને જનકભાઈ તળાવિયાનું સ્વાગત સન્માન કર્યું હતું.

ઇશ્વરિયા ખાતે ઇશ્વરિયા મહાદેવના દર્શન કર્યા બાદ ત્રણેય ધારાસભ્યોએ કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલાના માતૃશ્રીના આશીર્વાદ લીધા હતા. નોંધનીય છે કે દેવરાજિયા ખાતે નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાના માતૃશ્રીના આશીર્વાદ પણ ધારાસભ્યોએ લીધા હતા.

અમરેલી ખાતે નાગનાથ મહાદેવના દર્શન કર્યા બાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે અભિવાદન સમારોહનું આયોજન જિલ્લા ભાજપ દ્વારા રાખવામાં આવ્યું હતું. જિલ્લાભરના કાર્યકરો આ સમારોહમાં સહભાગી થયા હતા.

આ તકે જિલ્લા ભાજપ કાર્યકારી અધ્યક્ષ રાજેશભાઈ કાબરીયા, મહામંત્રી ભુપેન્દ્રભાઈ બસિયા, પીઠાભાઈ નકુમ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રેખાબેન મોવલિયા, પૂર્વ મંત્રી વી.વી વઘાસિયા, અમર ડેરી ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, વાઇસ ચેરમેન મુકેશભાઈ સંઘાણી, માર્કેટ યાર્ડ ચેરમેન પી.પી સોજીત્રા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હીરપરા, ડૉ. ભરતભાઈ કાનાબાર,દિનેશભાઈ પોપટ, પ્રાગજીભાઈ હીરપરા સહિતના જિલ્લા ભાજપના હોદેદારો, અમરેલી જિલ્લા પંચાયતના સદસ્યો, નગરપાલીકા અને તાલુકા પંચાયત સભ્યો પદાધિકારીઓ, મંડળનાં હોદેદારો, જીલ્લા સેલ અને મોરચા હોદેદારો સહિત બહોળી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.