મતદાન માટે યુવાવર્ગમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ - At This Time

મતદાન માટે યુવાવર્ગમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ


લોકશાહીના આ અનેરા અવસરમાં સૌએ મતદાન કરવું જ જોઇએ: યુવા મતદાર

લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ અન્વયે બોટાદ જિલ્લાના લોકોમાં મતદાન કરવા માટેનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે બોટાદનાં યુવાનો લોકશાહીના અવસરમાં હરખભેર સામેલ થયા હતા. યુવાનોએ પ્રથમ વખત મતદાનના અનુભવો પણ વર્ણવ્યાં હતાં. ત્યારે યુવા સંચાલિત મતદાન બૂથ સાંકરડી ખાતે મતદાન માટે આવેલા યુવા મતદાર સોનલે પોતાનો અનુભવ જણાવતાં કહ્યું હતું કે, “આજે ખૂબ જ આનંદનો ‘અવસર’ છે, લોકશાહીના પર્વમાં સૌએ રંગેચંગે ભાગ લેવો જોઈએ, આજે એવું લાગી રહ્યું છે કે જાણે કોઈ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે અન્ય યુવા મતદાર પ્રસન્નએ પણ મતદાન કરી આનંદની ભાવના સાથે પોતાની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “આજે મતદાન થકી મેં લોકશાહીમાં મારી ભાગીદારી નોંધાવી તેનો મને ખૂબ હરખ છે તમામ નાગરિકોએ આ “અવસર”માં અચૂક ફાળો નોંધાવવો જોઇએ.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.