વીસાવદર મુક્તિ ધામ ખાતે આજે અસ્થિ વિસર્જન નો કાર્યક્રમ યોજાયો - At This Time

વીસાવદર મુક્તિ ધામ ખાતે આજે અસ્થિ વિસર્જન નો કાર્યક્રમ યોજાયો


વીસાવદર અસ્થી બેન્ક તથા બગસરા અસ્થી બેંક ના સંચાલક દીપકભાઈ અને દાસભાઈ ના સંયુક્ત આયોજિત વિસાવદર મુક્તિધામ સ્મશાન ઘાટે શાસ્ત્રો શાસ્ત્રોકત વિધિ સાથે શાસ્ત્રી શ્રી જયદેવભાઈ દ્વારા હાથ જોડ એટલે કે અસ્થી પૂજન કરાવેલ હતું અને તેમાં પ્રજાપતિ બ્રહ્માકુમારી મનિષા માતાજી એ કહ્યું કે મૃત્યુ અને જન્મ , મૃત્યુ એ કર્મ આધીન છે માટે કર્મનું મહત્વ એજ છે કે બસ શ્રેષ્ઠ કરવું અને ભવોભવના ફળ નું ભાથું બાંધવું સુધીરભાઈ ચૌહાણે કહ્યું કે મનુષ્ય જીવન અને મૃત્યુ તમારા કર્મ પ્રમાણે બધાને મૃત્યુ બાદ યાદ કરે છે*
*અને બગસરા અસ્થી બેંકના સંચાલક ના સહકારથી આ કાર્ય ધન્યવાદને પાત્ર છે 16 સંસ્કાર પૈકીના અંત્યષ્ટિ સંસ્કાર નું મહત્વ કહેલ અને શાંતિ પાઠ અને મહામૃત્યુંજય મંત્ર બાદ દ્વારા મૃતકોના આપતજનો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે હાથ જોડ પૂજન કરાવેલ હતું*
*આ પ્રસંગૅ માજી ધારાસભ્ય ધીરુભાઈ,સમીરભાઈ સૈયાગોર,કેતુલભાઇ કાનાબાર,ટીપભાઈ રિબડીયા,વિજયભાઈ ભુવા રવિ ગોહેલ હાજર રહેલ અને બગસરા અસ્થીબેંકના સંચાલક દીપકભાઈ અને દાસભાઈ તથા વિસાવદર અસ્થિ બેંક ના સંચાલક શ્રી જીતુ પરી ભોલેનાથ બાપુ દ્વારા સર્વે મૃત્યુ પામેલાને મોક્ષ માટે પ્રાર્થના કરેલ હતી

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.