આટકોટ પોલીસ સ્ટેશનમાં લોન ધિરાણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ - At This Time

આટકોટ પોલીસ સ્ટેશનમાં લોન ધિરાણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ


આટકોટ પોલીસ સ્ટેશનમાં લોન ધિરાણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ

આટકોટ : આટકોટ ગુજરાત રાજય સરકાર દ્વારા વ્યાજ
ખોરોનાં ત્રાસ માંથી લોકોને મુક્ત કરવા અંગેની ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ત્યારે લોકોને વ્યાજ ચક્ર માંથી કઢાવી સરકારી અર્ધસરકારી બેંકો મારફત લોન ધીરાણ મેળવવા માટેનુ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું . આટકોટ પોલીસ સ્ટેશનમાં લોન ધીરાણ કેમ્પ યોજાયો હતો જેમાં આટકોટ પીએસઆઈ જે એચ સીસોદીયા દ્વારા આયોજન કર્યું હતું આટકોટ તેમજ આજુબાજુના વિસ્તારના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બેન્ક મેનેજર આઈ એફ ગોલ્ડ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક રાજકોટ ડિસ્ટ્રીક ઓપરેટિવ બેન્ક મેનેજર હાજર રહ્યા હતા તેમને લોકોને બેંકમાંથી સરળતાથી લોન ધિરાણ કેવી રીતે મેળવવું તે અંગે સંપૂર્ણ માહિતી આપવામાં આવેલ હતી ગ્રામજનો દ્વારા પણ રજૂઆત સાંભળી અને તેના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવેલ હતું બેંકના કર્મચારીઓ યોગ્ય જાણકારી આપેલ હતી.

(તસ્વીર- અહેવાલ : કરશન બામટા, આટકોટ)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.