વડનગર ખાતે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વડનગર અને ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ ઈતિહાસ વિભાગ દ્વારા વડનગર ઐતિહાસિક સ્થાપત્યો ની મુલાકાત લીધી - At This Time

વડનગર ખાતે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વડનગર અને ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ ઈતિહાસ વિભાગ દ્વારા વડનગર ઐતિહાસિક સ્થાપત્યો ની મુલાકાત લીધી


ઐતિહાસિક સ્થાપત્યોની મુલાકાત વી.એન.એસ બેંક લી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ,વડનગર.અને ગુજરાત વિધાપીઠ ,ઇતિહાસ વિભાગ દ્વારા વડનગરમાં તા:16/12/2023 શનિવાર રોજ ઐતિહાસિક સ્થળોની મુલાકાત માટેનુ આયોજન કરવામાં આવ્યું. આ સ્થળોની મુલાકાતમાં વી.એન.એસ બેંક લી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનાં ઇતિહાસ વિભાગના પ્રો. હાર્દિકભાઈ પટેલ અને પ્રો.પાયલબેન રબારી તથા ગુજરાત વિધાપીઠના ઇતિહાસ વિભાગના ડો.વિક્રમસિંહ અમરાવત તથા ડો.મોતીભાઈ દેવુ અને ‘અતુલ્ય વારસા’ના ટુરીઝમ વિભાગના સભ્ય રોનકભાઈ તથા ટુરીઝમ વિભાગના અન્ય સભ્યો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો .જેમાં વડનગરના તમામ પુરાતત્વિય સ્થળોની મુલાકાત લીધી અને ટુરિઝમ વિભાગના સભ્યો દ્વારા વડનગરના તમામ ઐતિહાસિક સ્થળોનું મૂળ શું ઇતિહાસ હતો ? તેની જાણ વિદ્યાર્થીઓને કરવામાં આવી જેથી ઈતિહાસ વિષયના વિધાર્થીયો તૈનાથી પરિચિત થયા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.