અંગદાન એ અમૂલ્ય અને મહાદાન છે - At This Time

અંગદાન એ અમૂલ્ય અને મહાદાન છે


સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ ભચાઉ તાલુકા સંયોજક કપીલભાઈ સાધુ દ્વારા અંગદાન મહાઅભિયાન માટે નો સંકલ્પ શ્રી કર્મયોગ વિધાલય સામખીયારીના ટ્રસ્ટી ગણ તેમજ શાળાના શિક્ષક ગણ અંગદાન મહા અભિયાન માં અંગદાન માટે સંકલ્પ લઈને અંગદાન માટેના ફોર્મ ભરવામાં આવ્યા હતાં

આજે પણ સમાજના અનેક લોકોને અંગદાન અંગેની જાણકારી નથી,સમાજમાં હજી પણ અંગદાન ની જાગૃતિ જોઇએ તેટલા પ્રમાણમાં નથી. જોકે જાગૃતિનું પ્રમાણ ધીમેધીમે વધી રહ્યું છે, જે એક સારી બાબત છે. ઘણાને પ્રશ્ન થતો હોય છે કે અંગદાન એટલે શું? અંગદાન પહેલાં બ્રેઇન ડેડ અંગેની માહિતી અતિ જરૂરી છે. જે દર્દીનું મગજ કામ કરતું અટકી ગયું હોય તે દર્દીની ફરીથી ભાનમાં આવવાની અને જાતે શ્વાસ લેવાની શક્યતા રહેતી નથી. તે માત્ર કૃત્રિમ શ્વાસ પર જીવિત રહે, એટલે કે વેન્ટિલેટર મશીનથી દર્દીની શ્વાસની પ્રક્રિયા ચાલતી હોય તેવા દર્દીને બ્રેઇન ડેડ કહેવામાં આવે છે. દર્દીને બ્રેઇન ડેડ જાહેર કરતા પહેલાં ડૉક્ટરની એક પેનલ તેની તપાસ કરે છે. ત્યારબાદ દર્દીને બ્રેઇન ડેેડ જાહેર કરે છે. આવા દર્દી માત્ર એક જીવિત લાશ સમાન હોય છે. જો તેના નિકટનાં સગાંસંબંધી આ બ્રેઇન ડેડ દર્દીના અવયવો એટલે કે હાર્ટ, કિડની, લીવર, આંખો દાન આપવાની મહેચ્છા કરે તો તેને અંગદાન કહેવામાં આવે છે.


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.