સસ્તા અનાજની દુકનોમા થતાં ભ્રષ્ટાચારનેં રોકવા જેડીયુ મહાસચિવ કૈયુમ મેમણ મેદાને, નર્મદા જિલ્લાના ગરુડેશ્વર અને છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા મા સંચાલકો દ્વારા અનાજ ઓછું આપવામા આવતું હોવાનુ જેડીયુ મહા સચિવનુ આક્ષેપ, જો અનાજ માફીયાઓ પર લગામ નહી લગાવવામાં આવે તો પુરવઠા વિભાગ ઓફિસોની તાળા બંધી કરવામાં આવશે: કૈયમ મેમણ - At This Time

સસ્તા અનાજની દુકનોમા થતાં ભ્રષ્ટાચારનેં રોકવા જેડીયુ મહાસચિવ કૈયુમ મેમણ મેદાને, નર્મદા જિલ્લાના ગરુડેશ્વર અને છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા મા સંચાલકો દ્વારા અનાજ ઓછું આપવામા આવતું હોવાનુ જેડીયુ મહા સચિવનુ આક્ષેપ, જો અનાજ માફીયાઓ પર લગામ નહી લગાવવામાં આવે તો પુરવઠા વિભાગ ઓફિસોની તાળા બંધી કરવામાં આવશે: કૈયમ મેમણ


જેડીયુ મહાસચીવ કૈયુમ મેમણે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર અને છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા મા સંચાલકો દ્વારા અનાજ ઓછું આપી અનાજ છોરી કરવાનુ તેમ જ કાર્ડ ધારકોને કુપન નહી કાઠી આપવાનુ ગંભિર આક્ષેપ કર્યો છે
ગુજરાતમા દિવસે નેં દિવસે સસ્તા અનાજ ના સંચાલકો દ્વારા ગરીબોને આપવામાં આવતું અનાજ બારોબાર વેચી મારવાનું કૌભાંડ વધતું જાય છે
પરંતુ પુરવઠાના અધિકારીઓ આંખ આડા કાન કરી ઓફિસમા બેસી રહે છે ગુજરાતના સુરત ભરૂચ છોટાઉદેપુર અને નર્મદા મા છેલ્લા કેટલાય સમય થી અનાજ નું કૌભાંડ થાય છે અને પકડાઈ છે પરંતુ કોઈપણ સંચાલકો કે અધિકારીઓ પર એક્શન કેમ લેવામાં નથી આવતી?
જેડીયુ મહાસચિવ કૈયુમ મેમણે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર ગરીબોનો વિકાસ થાય એવું વિચારે પરંતુ ભ્રષ્ટ અધિકારીઓ અને લાલચુ સંચાલકો દ્વારા ગરીબોને અનાજ પુરતું ના આપી ગરીબોને લાચારી બનાવવાનો પ્રયાસ થાય છે જેથી ગુજરાત સરકાર પણ બદનામ થાય છે વધુમાં કૈયુમ મેમણ જણાવ્યું કે સંચાલક દ્વારા અનાજ ઓછું આપવું કુપન ના કઢાવી અને રોફ જમાવવો આતે કેવી રીત કેહવાય?
વધુ મા કૈયુમ મેમણે કહ્યું કે આવનાર દિવસો મા જો આવું નેં આવુજ ચાલશે તો હું પોતે કૈયુમ મેમણ મહાસચિવ ગુજરાત જેડીયુ દરેક જિલ્લા ની પુરવઠા વિભાગ ઓફિસો નેં તાળા બંધી કરીશ જેથી અધિકારીઓની આંખ ઉઘડે અને ગરીબોને પોતાના હકનું અનાજ મળી રહે.

મલેક યસદાની
At This Time Bharuch
7043265606


7043265606
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image