ઉત્તરાયણ પર્વ નિમિત્તે પૂજ્ય શ્રી 1008 મહા મંડળેશ્વર શ્રી નિર્મળાબાના સાનિધ્યમાં પાળીયાદ પાંજરાપોળમાં સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમ યોજાશે
(કનુંભાઈ ખાચર)
પાળીયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટના પરિસરમાં પાળીયાદ તથા આજુબાજુના ગ્રામજનો નો ઉત્તરાયણ પર્વ નિમિત્તે પાળિયાદ પૂજ્ય વિસામણબાપુની જગ્યાના મહંત શ્રી પરમ પૂજ્ય 1008 મહા મંડળેશ્વર શ્રી નિર્મળાબા, વિસામણબાપુ ની જગ્યાના સંચાલક ભયલુબાપુ તથા પૂ. લક્ષ્મણદાસ બાપુ મહંત શ્રી હનુમાનજી આશ્રમ હડમતાળા ના સાનિધ્ય માં પાળીયાદ તથા આજુબાજુ ના ગામોનું સ્નેહ મિલન તા-12/1/25 ને રવિવાર ના રોજ સવાર ના 9.30 કલાક થી 12.30 કલાક સુધી ગોઠવવામાં આવ્યું છે.તરધરા ગામ સમસ્ત તરફથી સમુહ ભોજન નું આયોજન કરવામાં આવ્યું છે તો પાળીયાદ તથા આજુબાજુ ના ગામો ના જીવદયા પ્રેમીઓ ને આ કાર્યક્રમ માં પધારવા પાળીયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટ તરફથી જાહેર આમંત્રણ છે એમ કનુભાઈ ખાચર ની યાદી જણાવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.