શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને મોગરાના ફૂલોનો દિવ્ય શણગાર - At This Time

શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને મોગરાના ફૂલોનો દિવ્ય શણગાર


શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને મોગરાના ફૂલોનો દિવ્ય શણગાર

ભગવાન શ્રી સ્વામિનારાયણની અસીમ કૃપા તથા સદ્‌ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદથી સાળંગપુરમાં રાજાધિરાજપણે પ્રગટ બિરાજતા શ્રી કષ્ટભંજન દેવના દર્શન-સેવા-માનતા રાખનારનાં કષ્ટો દૂર કરે છે. કોઈ હઠીલા ભૂત-બ્રહ્મરાક્ષાસ ન માને તો સ.ગુ.શ્રી ગોપાળાનંદ સ્વામીની લાકડીનો છેડો જળમાં બોળીને કરેલ પ્રસાદીભૂત જળ છાંટવાથી ગમે તેવા બલિષ્ઠ પ્રેતાદિક બળવા લાગે છે અને સદાને માટે ભાગી જાય છે એટલું જ નહીં, તે ભૂતપ્રેતનો પણ ઉદ્ઘાર કરે છે અહીં નાતજાત જોયા વગર, ભેદભાવ ટાળીને દાદા સૌ પ્રત્યે એક સમાન પ્રેમ વરસાવી સુખિયા કરે છે.મેલી વિદ્યા વગેરેના ત્રાસથી લાખો રૂપિયાના ખોટા ખર્ચા કરતાં જીવોને જયારે સાળંગપુરના દાદાનો આશ્રય મળે ત્યારે નિષ્કામ સેવાધર્મ બજાવતા દાદાનો પ્રગટ અમાપ પ્રતાપ પામીને જીવ પોતાને ધન્યભાગી માની સદા દાદાના ઉપાસક બની સાચા ભકતો બને છે અને આર્થિક-દૈહિક સર્વ દુઃખોથી મુકત બને છે.
જમવા માટે દાદાનો દરબાર નાતજાત જોયા વગર સદાને માટે ખુલ્લો રહે છે. એ જ પ્રમાણે સૌને ઉતારા-પાણીની યોગ્ય વ્યવસ્થા આપવામાં આવે છે.
અરે, વિશિષ્ટતા તો એ છે કે પશુ-પંખી પણ પ્રેતયોનિને પામેલાં હોય છે, જે માનવોને વળગે છે. દાદા કષ્ટભંજન દેવ એને મનુષ્યની વાચા આપે છે.તેની વાત સમજીને યથાયોગ્ય મુકિત આપે છે દાદા આગળ બેસીને મનની જે કાંઈ મૂંઝવણ હોય તે રજૂ કરે અને દાદાની શણાગતિ સ્વીકારે તો દાદા ખુદ દૂત દ્વારા બોલે છે કે મારે શરણે આવેલ હરકોઈ જીવને હું સદ્‌ગતિ આપું છું આમ, આધિ- વ્યાધિ -ઉપાધિથી જીવ આ લોક-પરલોકમાં પરમ સુખના ભોકતા બને છે વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શનિવાર નિમિત્તે તા.20-05-2023ના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય વાઘા ધરાવી સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી તથા 7:00 કલાકે શણગાર આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)દ્વારા કરવામાં આવેલ. દાદાના સિંહાસનને મોગરો-કમળ-ગુલાબ વિગેરે ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવેલ. જેના દર્શન-આરતીનો લાભ હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.