ગરબા જોઇ ઘેર આવ્યા બાદ ઢળી પડેલા યુવાનનું મોત
શહેરમાં હ્યદયરોગના હુમલાથી મૃત્યના બનાવો યથાવત રહ્યા છે. થોરાળા પાસેના સર્વોદય સોસાયટીમાં રહેતા નિકુલભાઇ ચનાભાઇ રાઠોડ (ઉ.વ.30) બુધવારે રાત્રીના ગરબા જોઇને ઘેર આવ્યા બાદ અચાનક ઢળી પડતા તેના પરિવારજનોએ તેને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જેનુ સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. બનાવને પગલે પોલીસે તપાસ કરતા મૃતક યુવાન બે ભાઇમાં નાનો હોવાનું અને છુટક મજૂરીકામ કરતા હતા અને અપરણીત હોવાનું પરિવારજનોએ જણાવતા પોલીસે વધુ કાર્યવાહી કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
