તંત્ર આ રીતે પૈસાનું પાણી કરે:જસદણ આટકોટ રોડ પર પાથરેલા ડામરમાંથી પડ ઉખળવા લાગ્યા!! - At This Time

તંત્ર આ રીતે પૈસાનું પાણી કરે:જસદણ આટકોટ રોડ પર પાથરેલા ડામરમાંથી પડ ઉખળવા લાગ્યા!!


તંત્ર આ રીતે પૈસાનું પાણી કરે:જસદણ આટકોટ રોડ પર પાથરેલા ડામરમાંથી પડ ઉખળવા લાગ્યા!!

કેબીનેટ મંત્રીએ રૂ.12 કરોડના ખર્ચે આ રોડને ફોરલેન બનાવવા માટે મંજૂર કરાવતા આ રોડનું કામ પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું હતું. જો કે આ રોડ બન્યાના ટૂંકા સમયમાં જ ઠેકઠેકાણે ગાબડાંઓ પડી જતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. સાત કિમીનો માર્ગ બન્યો વધુ જર્જરિત હાલ જસદણથી આટકોટ સુધીનો 7 કિલોમીટરનો રસ્તો કાપવામાં વાહનચાલકોને સતત અકસ્માતનો ભય સતાવી રહ્યો છે અને આંખે ફરજિયાત ચશ્માં પહેરીને પસાર થવું પડી રહ્યું છે. જો કે આ બિસ્માર રસ્તા અંગે તંત્રને પણ જાણ હોવા છતાં જાણી જોઈને આંખ આડા કાન કરાતા હોવાથી વાહનચાલકોમાં ભારે નારાજગી ઉઠી રહી છે.

જેથી આ સમસ્યાનું વહેલી તકે નિવારણ કરવામાં આવે અને આ કામના કોન્ટ્રાક્ટરને વહેલી તકે રોડનું રીપેરીંગ કામ કરવાની સૂચના આપવામાં આવે તેવી આ રોડ પરથી પસાર થતા દરેક વાહનચાલકોની પ્રબળ માંગણી ઉઠવા પામી છે.

15થી વધુ ગામના લોકો આ રસ્તાનો ઉપયોગ કરેજસદણના લોકોને રાજકોટ, ગોંડલ, ભાવનગર, અમરેલી સહિતના શહેરોમાં જવા માટે તેમજ આટકોટ, સાણથલી વિસ્તારના પંદરથી વધારે ગામડાના લોકોને તાલુકા મથક જસદણ આવવા માટે આવા ખખડધજ રસ્તા ઉપરથી નાછૂટકે પસાર થવું પડી રહ્યું છે. આ રોડમાં અનેક જગ્યાએ મસમોટા ગાબડાઓ પડી ગયા છે.
રીપોર્ટ રસીક વીસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.