સક્રરાણા ગામે વિશ્વ મધમાખી દિવસની ઉજવણી કરવામાં આવી - At This Time

સક્રરાણા ગામે વિશ્વ મધમાખી દિવસની ઉજવણી કરવામાં આવી


અંબુજા સીમેન્ટ ફાઉન્ડેશન અને HDFC Bank ના નાણાકીય સપોર્ટ થી ચાલતા ક્લાયમેટ સ્માર્ટ એગ્રીકલ્ચર પ્રોજેક્ટ દ્વારા આજે 20 મે 2023 ના રોજ વિશ્વમધ માખી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેની અંદર kvk કોડીનાર થી પધારેલ કૃષિ તજજ્ઞ એવા રમેશભાઈ રાઠોડ, નયનભાઈ બારડ તેમજ જેઠાભાઇ રામ દ્વારા ખેડૂતોને મધમાખી પાલન ના ફાયદા મધમાખી નું જીવન ચક્ર પર્યાવરણ માટે મધમાખી ની ઉપયોગીતા આવનાર ભવિષ્ય માટે એક સહાયક વ્યવસાય તરીકે મધમાખીના લાભો વગેરેની વિગતે ચર્ચા કરવામાં આવી હતી ખેડૂતોને તેની પ્રેક્ટીકલી બતાવવામાં આવ્યું હતું .મધમાખી જાળવણી તેની અવસ્થાઓ તેમજ મધમાખી પાલનની કાળજીઓ વગેરેની પ્રેક્ટીકલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ તાલીમ નો લાભ લેવા માંગરોળ અને માળિયા હાટીના તાલુકાના ઘણા ખેડૂતો હાજર રહ્યા હતા સાથે સાથે ક્લાઈમેટ્ સ્માર્ટ એગ્રીકલ્ચર પ્રોજેક્ટ ના નિદર્શન પ્લોટ ની અંદર ઓર્ગેનિક ખેતી વર્મીકંપોસ્ટ ના યુનિટ સંકલિત જીવાત નિયંત્રણ તેમજ આવનાર ચોમાસું સિઝનમાં વૈજ્ઞાનિક ઢબે સજીવ ખેતી થી મગફળીના વાવેતર અંગેની સમજ આપવામાં આવી હતી

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.