રાજકોટ શહેર મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા વેસ્ટ ઝોનમાં ડિમોલિશન.
રાજકોટ શહેર તા.૨૪/૪/૨૦૨૫ ના રોજ રાજકોટ મ્યુનિસિપલ કમિશનરના આદેશાનુસાર તથા નાયબ કમિશનરના માર્ગદર્શન હેઠળ ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજરોજ અરજદાર દ્વારા કરવામાં આવેલ અનઅધિકૃત બાંધકામોને દુર કરવા ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવેલ. (1) વિનુભાઈ પરસાણા તથા વી.માહીન ફાર્મ પાછળ, રસુલપરા સ્કુલ સામે, રસુલપરા, કાંગશીયાડી રોડ વાવડી રાજકોટ. ઇન્ડસ્ટ્રીયલ શેડનું બાંધકામ આસામી દ્વારા કબ્જા/વપરાશમાં આવેલ ઉપરોક્ત સ્થળે દર્શાવેલ મિલ્કત પર ગેરકાયદેસર બાંધકામ ધ્યાને આવતા અત્રેથી કલમ-૨૬૦(૧) મુજબની નોટીસ પાઠવવામાં આવેલ તેમ છતાં આસામી દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર બાંધકામ દુર કરવામાં ન આવતા, ૨૬૦(૨) ની નોટીસ પાઠવવામાં આવેલ. સદર ગેરકાયદેસર બાંધકામ દુર ન થતા આજરોજ સવારથી ઇન્ડસ્ટ્રીયલ શેડનું અંદાજીત ૮૫૦.૦૦ ચો.મી. નું બાંધકામ દુર કરેલ છે. (2) રીયાઝભાઈ વાવડી-કાંગશીયાડી રોડ, વાવડી ગામતળ પાછળ, રાજકોટ. ગેરેજનું છાપરાનું બાંધકામ આસામી દ્વારા કબ્જા/વપરાશમાં આવેલ ઉપરોક્ત સ્થળે દર્શાવેલ મિલ્કત પર ગેરકાયદેસર બાંધકામ ધ્યાને આવતા અત્રેથી કલમ-૨૬૦(૧) મુજબની નોટીસ પાઠવવામાં આવેલ તેમ છતાં આસામી દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર બાંધકામ દુર કરવામાં ન આવતા, ૨૬૦(૨) ની નોટીસ પાઠવવામાં આવેલ. સદર ગેરકાયદેસર બાંધકામ દુર ન થતા આજરોજ સવારથી ગેરેજનું છાપરાનું બાંધકામ અંદાજીત ૨૬૧.૦૦ ચો.મી. નું બાંધકામ દુર કરેલ છે. કુલ ૧૧૧૧.૦૦ ચો.મી. તથા રાજકોટ મહાનગરપાલિકાને પ્રાપ્ત થયેલ અનામત પ્લોટ તથા ટી.પી. રોડ પર થયેલ અનઅધિકૃત બાંધકામ દુર કરવા ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવેલ. જેમાં ૬૯૯૭.૦૦ ચો.મી.ની અંદાજીત ૬૯.૯૭ કરોડ ની જમીન ખુલ્લી કરાવેલ છે. આ ડીમોલીશનમાં ટાઉન પ્લાનીંગ શાખા, વેસ્ટ ઝોન, આસી. ટાઉન પ્લાનર તથા તમામ આસી. એન્જીનીયર, એડી.આસી. એન્જીનીયર, હેડ સર્વેયર, સર્વેયર અને વર્ક આસિસ્ટન્ટ તેમજ અન્ય જુદી-જુદી શાખાઓ જેવી કે, જગ્યા રોકાણ શાખા, ફાયર વિભાગ, રોશની વિભાગ, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિજિલન્સનો પોલીસ સ્ટાફ તથા P.G.V.C.L. નો સ્ટાફ સ્થળ પર હાજર રહેલ.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે
