વિસાવદરમાંસબવાહીની ખરીદ કરવામાંફાળો આપવા દાતાઓને અપિલ - At This Time

વિસાવદરમાંસબવાહીની ખરીદ કરવામાંફાળો આપવા દાતાઓને અપિલ


વિસાવદરતા.વિસાવદર શહેર તથા તાલુકાની ટિમ ગબ્બર નામની સંસ્થાના એડવોકેટ નયનભાઈ જોશી દ્વારા શહેર તથા તાલુકાની જનતાના લોકોને વિસાવદરમાં સબવાહીની ખરીદ કરવા માટે અપીલ કરી જણાવેલ છે કે, વિસાવદર શહેર તથા તાલુકાની આટલી મોટી જનતા હોવા છતાં આજદિન સુધી વિસાવદર શહેર તથા તાલુકાની જનતા માટે એકપણ સબવાહીની ખરીદી શકાય નથી ત્યારે ગણપતિ ઉત્સવ સમિતિ વિસાવદર તથા તેમની ટીમના કાર્યકરો દ્વારા સારામાં સારી સબવાહીની ખરીદ કરવા માટેનું જે બીડુ ઝડપી જે ભગીરથ કાર્ય કરેલ છે તેને હું આ તકે બિરદાવુ છું અને સમાજના તમામ વર્ગના લોકોને અપીલ કરું છું આ ભગીરથ કાર્યને સફળ બનાવવા માટે પર્યાપ્ત રકમની જરૂરિયાત પહોંચી વળવા માટે આવો આપણે સહુ સહિયારો પુરુષાર્થ કરીએ આ માટેના આપના સૂચનો તથા માર્ગદર્શન પણ આવકાર્ય છે.
શ્રી સુરેશભાઈ સાદરાણી એકલાથી આ કાર્ય શક્ય નથી તેમા દરેક સમાજના આગેવાનો યુવાનોએ આગળ આવી તન,મન ધનથી આર્થીક તેમજ શારીરિક મદદ કરવા હું વિસાવદર શહેર તથા તાલુકાની જનતાને અપીલ કરું છું.
આ ભગીરથ કાર્યમાં સારી કન્ડિશનનું વાહન ખરીદ કરવા માટે હજુ ગણપતિ ઉત્સવ સમિતિ અડધાથી ઓછી રકમ એકત્રિત કરી ચૂક્યું છે ત્યારે આપનો થોડો આર્થીક સહયોગ પણ ઉપયોગી થઈ શકશે કારણ કે કોઈના મૃત્યુ પછી તે વ્યક્તિને એમયુલન્સ ઘરે મુકવા જતી નથી અને ખાનગી વાહન વાળા પણ ખુબજ મોટું ભાડું માગતા હોય અથવા ના પાડતા હોય તેવા અનેક કિસ્સા અવારનવાર બનતા હોય છે અને જો વાહન મળે તો મૃત્યુ પામનાર વ્યક્તિને વાહનમાં બેસાડીને લઈ જવાય છે ત્યારે તેમના પગ પણ સિધ્ધાં થતા નથી કારણકે મૃત્યુના અમુક સમય પછી લાસની અકડાઈ જવાની પ્રક્રિયા આપોઆપ ચાલુ થઈ જાય છે અને જો દૂરના સ્થળે જવાનું થાય તો વધુ અગવડતા ઉભી થાય છે. આ માટે પણ સબવાહીનીની જરૂરિયાત ધ્યાને લઈ સબવાહીની ખરીદવી આવશ્યક અને અનિવાર્ય છે.
આથી હું તમામ વર્ગના લોકોને ફરીથી અપીલ કરું છું આપની યથાશક્તિ દાન આપો તથા બીજાને દાન આપવા માટે વાત કરોતેવું ટિમ ગબ્બર ના નયનભાઈ જોશી દ્વારા દાનવીરો ને અપીલ કરવામાં આવેછે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.