સુરેન્દ્રનગરના થાનગઢ ખાતેના ગ્રામ્ય દેવતા શ્રી વાસુકીદાદાના મંદિરે વિશેષ પૂજા સાથે ઉજવણી* - At This Time

સુરેન્દ્રનગરના થાનગઢ ખાતેના ગ્રામ્ય દેવતા શ્રી વાસુકીદાદાના મંદિરે વિશેષ પૂજા સાથે ઉજવણી*


સુરેન્દ્રનગરના થાનગઢ ખાતેના ગ્રામ્ય દેવતા શ્રી વાસુકીદાદાના મંદિરે વિશેષ પૂજા સાથે ઉજવણી*
◼️ થાનગઢ: કેટકેટલાં દેવદેવીઓની પૂજા અને આરાધના થશે. આપણા પુરાણોમાં જણાવ્યા પ્રમાણે દરેક દેવદેવીઓ માટે વિશેષ દિવસ, વાર-તહેવાર, ઉત્સવ કે પર્વ હોય જ છે પણ કદાચ જેનાં દિવસો નહિ આખે આખો મહિનો સમર્પિત હોય એવા એકમાત્ર દેવાધિદેવ મહાદેવનાં શ્રાવણમાસનો પ્રારંભ તા. ૧૨/૮/૨૦૨૪
મી ઓગસ્ટથી થઈ ચુક્યો છે અને એમાંય આ દિવસ શ્રાવણીયો સોમવાર. શ્રાવણ મહિનાના બીજા સોમવારે શિવભક્તો ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તેમને દૂધ, બીલીપત્ર, ધતુરાના ફૂલ અર્પણ કરતા હોય છે. સમગ્ર વિશ્વમાં શ્રાવણ માસ દરમિયાન શિવની પૂજા આરાધના થાય છે. મારે વાત કરવી છે અત્રે થાનગઢના ગ્રામ્ય દેવતા શ્રી વાસુકીદાદાના મંદિરે તા. ૦૫મીના સોમવારે શ્રાવણ માસ બીજા સોમવારે ધામધૂમથી ઉજવણીની. વાસુકીદાદાના મંદિરના મહંત શ્રી પ્રશાંતગીરી બાપુ તથા શ્રી નિરજગીરી બાપુએ એક યાદીમાં જણાવ્યા મુજબ નાગ દેવતા શ્રી વાસુકીદાદા થાનગઢના ગ્રામ્ય દેવતા તરીકે પરંપરાગત રીતે પૂજાય છે. આ દિવસે માત્ર થાનગઢથી જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર તથા ગુજરાતમાંથી ઠેર ઠેર થી વાસુકીદાદાના ભક્તો દાદાના દર્શનાર્થે આવતા હોય છે. આ દિવસે મંદિરમાં મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો. દાદાના ભક્તોએ ભાવપૂર્વક તલવટ, ફૂલેર, સાકર, દૂધ, નાળિયેર વિગેરે નો પ્રસાદ ધરાવ્યો હતો. આ દિવસે વાસુકીદાદાને સોના ચાંદીના આભૂષણો તથા પુષ્પ હારથી શણગાર કરાયો હતો. મંદિરની પરંપરા મુજબ દાદાની કુલ ત્રણ આરતી થઈ હતી. ભક્તોએ દાદાના દર્શન કરીને પોતાની મનોકામના પૂર્તિ માટે માટે પ્રાર્થના કરી હતી. શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર પણ છે. શિવજીની સાચા મનથી પૂજા કરવાથી દરેક મનોકામનાઓ પુરી થાય છે. જો ફક્ત શ્રાવણ મહિનાના દરેક સોમવારે વ્રત કરવામાં આવે તો પણ શ્રાવણ મહિનો કર્યા જેટલા જ પુર્ણની પ્રાપ્તિ થાય છે.
*રિપોર્ટર: જયેશભાઈ મોરી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.