ઉમિયા ટી કારખાનામાંથી ચોરી કરનાર મોરબીનો રીઢો તસ્કર રાજકોટમાંથી પકડાયો
જામનગર હાઈવે પર ઉમિયા ટી કારખાનામાંથી રોકડ રૂ.7 લાખની ચોરી કરનાર રીઢા તસ્કર મોરબીના શખ્સને રાજકોટમાંથી ભક્તિનગર પોલીસે પકડી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી રોકડ સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો.
ભક્તિનગર પોલીસ મથકના પીઆઈ એમ.એમ.સરવૈયાના માર્ગદશન હેઠળ પીએસઆઈ જે.જે.ગોહિલ ટીમ સાથે પેટ્રોલીંગમાં હતાં ત્યારે સાથેના કોન્સ્ટેબલ ક્રીપાલસિંહ ગોહિલ અને મહાવીરસિંહ ચુડાસમાને અંકીત વિકાણી નામનો શખ્સ પોતાનુ બાઈક લઇ થોડીવારમાં રાજકમલ ફાટક તરફથી અટીકા ફાટક તરફ ઢેબર રોડ ઉપર થઈને પસાર થનાર છે, જેના બાઇકમાં આગળ લોખડની વસ્તુ રાખેલ છે, જે ચોરીથી મેળવેલ છે.
તેવી ચોક્કસ બાતમીના આધારે સ્ટાફવોચમાં હતો ત્યારે રાજકમલ ફાટક પાસે ઢેબર રોડ ઉપર એક શખ્સ બાઇકમાં નીકળતો જોવામા આવતા જેને પકડી લઇ બાઇકમાં આગળ ટાકી ઉપર રહેલ લોખડની તીજોરી મળી આવેલ જે તીજોરીનું ઢાકણુ (દરવાજો) અંદરની બાજુ વળેલ અને તુટેલ હોય.
જેથી શખ્સને તીજોરી બાબતે પુછતા તેને બે દીવસ પહેલા જામનગર રોડ ઉપર પડધરી ગામ પહેલા આવેલ ઉમીયા ચા નામના કારખાનામાથી તીજોરી ચોરી કરેલ હોવાનું જણાવેલ હતું.
તેમજ તીજોરીમાથી મળેલ રૂપીયા પોતાના ઘરે રાખેલ હોવાની કબુલાત આપતા જેના ઘરે જઇ તપાસ કરતા ઘરેથી ઉમીયા ચા નામના કારખાનામાથી ચોરી કરેલ રોકડ રૂ. 7 લાખ તેમજ તીજોરી તોડવા માટે ઉપયોગમાં લીધેલ સર-સામાન મળી આવ્યો હતો.
જેથી આરોપી પાસેથી બાઈક, તેમજ રોકડ મળી કુલ રૂ.7.51 લાખનો મુદામાલ કબ્જે કરી તસ્કર અંકિત મહાદેવ વિકાણી (ઉ.વ.24,રહે. લીલાપર રોડ, આવાસ યોજના ક્વાર્ટર્સ, મોરબી) ને પકડી પાડી પડધરી પોલીસ મથકમાં નોંધાયેલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે
