સુરતની સચિન GIDC ખાતે એથર કેમિકલ કંપનીમાં આગ લાગવાથી લોકોના મોત થયા હતા જેને લઈ માનવવધનો ગુનો નોંધી સિઆઇડી તપાસ કરવા બોટાદ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા માંગ - At This Time

સુરતની સચિન GIDC ખાતે એથર કેમિકલ કંપનીમાં આગ લાગવાથી લોકોના મોત થયા હતા જેને લઈ માનવવધનો ગુનો નોંધી સિઆઇડી તપાસ કરવા બોટાદ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા માંગ


સુરતની સચિન GIDC ખાતે એથર કેમિકલ કંપનીમાં આગ લાગવાથી લોકોના મોત થયા હતા જેને લઈ માનવવધનો ગુનો નોંધી સિઆઇડી તપાસ કરવા બોટાદ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા માંગ

અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયાં છે તેથી આવી કંપનીના ડાયરેક્ટર અને એમડી ઉપર માનવવધ નો ગુનો નોંધી સિઆઇડી તપાસ કરવા બોટાદ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા માંગ કરવામાં આવી,તેમજ ફોરેનમાં જે કેમિકલ ઉપર પ્રતિબંધ છે તેવા કેમિકલ આ કંપની દ્વારા બનાવવા આવે છે જેના કારણે પર્યાવરણ પણ ખુબજ દુષિત થઈ રહ્યું છે વધુમાં બોટાદ ધારાસભ્ય દ્વારા જણાવવામા આવ્યું કે અનેક શ્રમીકોના જીવ લેનાર આવી કંપની ઉપર કાયમી પ્રતિબંધ મુકવામાં આવે અને ગુજરાતમાં આવી કેમિકલ ઉત્પાદન કરતી કંપની ઉપર તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ બોટાદ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા મુખ્યમંત્રીને કરવામાં આવી.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.