રૂષિપ્રસાદ સોસાયટીના મકાનમાં જુગાર રમતાં ત્રણ મહિલા સહિત નવ પકડાયા - At This Time

રૂષિપ્રસાદ સોસાયટીના મકાનમાં જુગાર રમતાં ત્રણ મહિલા સહિત નવ પકડાયા


લાપાસરી રોડ પાસે આવેલી રુષિપ્રસાદ સોસાયટીમાં આવેલા એક મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે આજી ડેમ પોલીસ મથકનાં સ્ટાફે દરોડો પાડી જુગાર રમતી ત્રણ મહિલા સહિત નવ શખ્સોને ઝડપી તેઓની પાસેથી રૂા. 12,000નો મુદ્દામાલ કબજે લઇ વધુ તપાસ શરુ કરવામાં આવી હતી.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, રુષિપ્રસાદ સોસાયટી શેરી નં. 1માં રહેતા ભગવાનજી નાજાભાઈ ધ્રાંગા પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોવાની બાતમી આજી ડેમ પોલીસ મથકનાં પીએસઆઈ જે.કે. ગઢવી અને રાજેશભાઈ જળુને મળતા પોલીસ સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જઇ મકાન માલિક ભગવાનજી નાજા ધ્રાંગા, સુરસિંહ ઓધવજી વાળા, ઇશ્ર્વર માવજી સરવૈયા, શોએબ કરીમ મિરજા, જનક રવજી પરમાર, રવિ બીજલ લાલવાણી, ગીતાબેન અશ્ર્વિનભાઈ ઠક્કર, સોનલબેન નરેશભાઈ રાઠોડ અને ચાંદનીબેન દિપકભાઈ મકવાણાને પકડી તેઓની પાસેથી રૂા. 12,000ની રોકડ કબજે કરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.