Jetpur: જેતપુર નવાગઢ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની જાહેરાત,જયેશ રાદડીયાએ આપ્યા અભિનંદન - At This Time

Jetpur: જેતપુર નવાગઢ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની જાહેરાત,જયેશ રાદડીયાએ આપ્યા અભિનંદન


તા...6/03/2025

MUKTAR MODAN JETPUR
ATT THIS TIME

jetpur Navagadh Municipality: રાજકોટ જિલ્લાની જેતપુર નવાગઢ નગરપાલિકામાં ભાજપે ભવ્ય જીત મેળવી હતી. હવે જેતપુર નવાગઢ નગર પાલિકા ઉપર વિજય થતા પ્રમુખપદ માટે મેનાબેન રાજેશભાઈ ઉસદડિયા અને ઉપપ્રમુખ માટે સ્વાતિબેન સંજયભાઈ જોટાંગિયા અને કારોબારી ચેરમેન તરીકે વિજય મનસુખ ભાઈ ગુજરાતીના નામની જાહેરાત કરવામાં આવી છે. નોંધનીય છે કે, જેતપુર ભાજપ સદસ્યો દ્વારા પહેલેથી એક જ નામ પ્રમુખ પદ માટે આપ્યું હતું.

તમને જણાવી દઈએ કે, જેતપુર નવાગઢ નગરપાલિકામાં ભાજપે જેતપુર પાલિકાની 11 વોર્ડની 44 બેઠકોમાંથી 32 બેઠકો જીતી નગરપાલિકા કબ્જે કરી હતી. આજે નગરપાલિકામાં ડેપ્યુટી કલેકટરની હાજરીમાં પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની નિમણુંક કરવામાં આવી છે. જે બાદ ધારાસભ્ય જયેશ રાદડિયાએ તમામને અભિનંદન પાઠવ્યા હતા. તો બીજી તરફ ભાજપ કાર્યકરોએ ફટાકડા ફોડી એકબીજાના મોઢા મીઠા કરાવ્યા હતા.


9512386588
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image