વિંછીયામાં ભુપેન્દ્ર પટેલ મંત્રી બાવળીયાની જાહેર સભામા અકડૅ ઠઠ મૅદની વચ્ચે , ૩૩૭ કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત સાંસદ કુંડારીયા સહિતના નૅતાઑની હાજરી - At This Time

વિંછીયામાં ભુપેન્દ્ર પટેલ મંત્રી બાવળીયાની જાહેર સભામા અકડૅ ઠઠ મૅદની વચ્ચે , ૩૩૭ કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત સાંસદ કુંડારીયા સહિતના નૅતાઑની હાજરી


(નરૅશ ચૉહલીયા દ્વારા જસદણ)

ઍકક વાત ઉડીનૅ આખૅ વળગી C M આટકૉટ નવા બસ સ્ટૉપ નહી આટકૉટની ઍક હૉસ્પિટલ ઍક શિક્ષણ સંસ્થાની મુલાકાત લૅતા લૉકૉમા અચરજ બંને સંસ્થાના નેતા ઓએ પોતાની આબોહવા ઉભી કરવા સાંઢીયા લાગ કર્યૉ હોવાની લૉક ચર્ચા અને રૉષ સાથે રમુજ ફેલાઈ હતી

વિછીયા માર્કેટિંગ યાર્ડ સામેના ગ્રાઉન્ડમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે ખાતે રૂ. ૩૩૭.૦૯ કરોડના સૌની યોજનાની લિન્ક-૪ના પેકેજ-૯ સહિતના વિકાસકામોનું લોકાર્પણ- ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

વિંછીયાના માર્કેટિંગ યાર્ડ પાસે યોજાયેલા આ કાર્યક્રમમાં જંગી મેદનીને સંબોધિત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, છેવાડાના લોકોને ધ્યાનમાં રાખીને, તેમના માટે યોજના બનાવીને મુખ્ય પ્રવાહમાં જોડવા માટે વડાપધાન નરેન્દ્રભાઈ મોદી હરહંમેશ પ્રયત્નશીલ છે. અમૃત કાળમાં દેશને વિકસિત બનાવવા માટે વડાપ્રધાને વિકાસ માટે મુખ્ય ચાર જાતિઓ - ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ - નક્કી કરી છે. ગુજરાતના બજેટમાં પણ આ ચાર જાતિઓના સર્વાંગી વિકાસ માટે અગ્રતા આપવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, આજનો આ અવસર આ ચાર જાતિઓને વિકાસની નવી દિશા આપતો બહુવિધ વિકાસનો અવસર છે. આજે ૨૧૪ દિવ્યાંગોને રૂ. ૨૮.૯૩ લાખની સાધન સહાય, વિચરતી જાતિના ૧૩૩ લાભાર્થીને આવાસ માટે પ્લોટની સનંદનું વિતરણ એ સરકારની ગરીબ કલ્યાણની પ્રતિબદ્ધતા છે. જ્યારે રૂ.૧૩૯ કરોડના ખર્ચે જૂથ સુધારણા પાણી પુરવઠા યોજનાના કામો, એ આ વિસ્તારની માતા બહેનોની- નારી શક્તિની પાણીની પીડા ભાંગવાનો પ્રયત્ન છે.

જસદણ વિછીયા ના જાગૃત ધારાસભ્ય અનૅ રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ સંબોધનમાં જણાવ્યું હતું કે, જસદણ-વિછીયા પંથકને ૩૩૭ કરોડના વિકાસકામોની ભેટ મળી રહી છે, તે આપણા માટે આનંદની વાત છે. ભૂપેન્દ્ર પટેલના કાર્યકાળમાં ભારતની સમૃદ્ધિ માટે ગુજરાતની સમૃદ્ધિનો માર્ગ કંડારવા મજબૂત પગલાં લેવાઈ રહ્યા છે. આ સાથે ઘેલો નદી પર રૂ.૫.૧૫ કરોડના ખર્ચે બનેલ મેજર બિજ, આટકોટમાં રૂ. ૨.૧૧ કરોડના ખર્ચે બનેલા નવા બસ સ્ટેન્ડ, વિંછીયા ખાતે રૂ. ૯.૦૧ કરોડના ખર્ચે નિર્મિત નવી આઈ.ટી.આઈ.ના લોકાર્પણથી લોકોને મળેલી નવી સુવિધાઓ માટે આનંદ વ્યક્ત કર્યો હતો. નર્મદા, જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના સચિવ કે. એ. પટેલે સ્વાગત સાથે સી મહાનુભાવોને આવકાર્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે વિચરતી વિમુક્ત જાતિના ૧૩૩ પરિવારોને રહેણાંકના હેતુ માટે જમીનની સનદ આપવામાં આવી હતી. જ્યારે ૨૧૪ જેટલા દિવ્યાંગોને રૂ. ૨૮.૯૪ લાખના ખર્ચે ૧૮ પ્રકારના ૩૭૨ સાધનોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજકોટ લોકસભાના સાંસદ મોહનભાઈ કુંડારીયા પૂર્વ ધારાસભ્ય ભરતભાઈ બોઘરા રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

લૉકનૅ ઍકવાત ઉડીનૅ આખૅ વળગી હતી આટકોટમાં નવા બની રહેલ બસ પૉર્ટ ને બદલે મુખ્યમંત્રી અચાનક આટકોટ ની એક સંસ્થાની હોસ્પિટલની મુલાકાત લેતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું આ ઉપરાંત આટકોટ રોડ ઉપર આવેલ એક શૈક્ષણિક સંસ્થાની મુલાકાત લેતા લોકોમાં મોઢા તેટલી ચર્ચાઓ થવા લાગી હતી જસદણ શહેર તાલુકાના સાત ગામને પીવાનું તથા સિંચાઈનું પાણી પૂરું પાડતા આલન સાગર ડેમની મુલાકાત ન લીધી તેમ જ કલેકટર હસ્તકના ઘેલા સોમનાથ ઘેલો નદી ઉપરના મેજર ની મુલાકાત તેમજ આઈટીઆઈ બિલ્ડીંગ સહિતના અનેક વિકાસ કાર્યોની મુલાકાત લેવાને બદલે બે નેતાઓએ પોતાની અંગત વર્ગ વાપરી રાજકીય સાંઢિયા લાગ કરી લોકોમાં પોતાની આબોહવા ઊભી કરવા પોતાની ઇમ્પ્રેશન વધારવા મુખ્યમંત્રીને પોતાની સંસ્થાઓમાં બોલાવી અને ખરેખર વિકાસના કાર્યનું જે લોકાર્પણ અને નિરીક્ષણ કરવું જોઈએ તે થયું નહીં તેથી લોકોમાં ખાસ કરીને આટકોટ બસ સ્ટેશનમાં લોકો ભેગા થયા હતા કે હમણાં મુખ્યમંત્રી આવશે બસટેન પાસે થઈ નજીકની એક હોસ્પિટલમાં ગયા ત્યારે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. લોકો એવી પણ ચર્ચા કરતા હતા કે આ બંને સંસ્થાઓના આગેવાનોએ એક મોટા પાટીદાર નેતા અને એક મોટા ભાજપના નેતાની વગ નૉ ઉપયોગ કરી સાંઢીયા લાગ કર્યૉ હોવાની લોકોમાં જોરથી ચર્ચાઓ વહૅતી થઈ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.