રાજકોટ શહેર પોલીસ અસામાજીક પ્રવૃતી આચરતા ઇસમો વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવેલ.
રાજકોટ શહેર તા.૨૦/૩/૨૦૨૫ ના રોજ માનનીય ગૃહમંત્રી હર્ષ સંધવીએ આપેલ સુચના અન્વયે પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજય ગાંધીનગર નાઓએ ગુજરાત રાજયમાં કાયદો અને વ્યવસ્થા જળવવા, લોકોમાં સુરક્ષા અને સલામતી અનુભવાય તથા સ્થાનીક પોલીસ અને વહીવટી તંત્રના માધ્યમથી અસામાજીક પ્રવૃતી આચરતા ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા અને આવા અસામાજીક તત્વો વિરૂધ્ધ કાયદાકીય પગલાઓ લેવા સુચના આપવામાં આવેલ હોય, જે અન્વયે રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગરીયા તથા નાયબ પોલીસ કમિશનર (ક્રાઇમ) ડો.પાર્થરાજસિંહ ગોહિલ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન-૧ સજજનસિંહ પરમાર તથા નાયબ પોલીસ કમિશનર ઝોન-૨ જગદીશ બાંગરવા તથા નાયબ પોલીસ કમિશનર પુજા યાદવ નાઓની સુચના અને માર્ગદર્શન અન્વયે રાજકોટ શહેર કાઈમ બ્રાંચ, SOG, ટ્રાફીક શાખા તેમજ રાજકોટ શહેરના તમામ પોલીસ સ્ટેશન દ્વારા શહેર વિસ્તારમાં જાહેર કરવામાં આવેલ અસામાજીક તત્વોની યાદી અન્વયે રાજકોટ શહેર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે તા.૧૯/૩/૨૦૨૫ ના રોજ કોમ્બીંગનુ આયોજન કરવામાં આવેલ. જે કોમ્બીંગ દરમ્યાન રાજકોટ શહેર જંગ્લેશ્વર વિસ્તારમાં વર્ષોથી જુગાર તેમજ નસીલા દ્રવ્યોનુ વ્હેચાણ કરનાર રમાબેન તથા તેમના પતિ જાવેદ જુણેજા એ જંગ્લેશ્વર શેરીનં.૬ માં ગેરકાયદેસર ઓરડીઓનુ બાંધકામ કરી તેમા અસામાજીક પ્રવૃતી આચરતા હોય જેથી રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશનના અધિકારી/કર્મચારીઓ સાથે રહી આરોપીઓના ગેરકાયદેસર મકાન તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવેલ છે. આગામી સમયમાં આવી અસામાજીક પ્રવૃતી કરતા ઇસમોએ ગેરકાયદેસર રીતે દબાણ કરેલ હોય તો તેવા દબાણો બાબતે ખાતરી કરી દબાણ દુર કરવાની કાર્યવાહી તેમજ આવી ગેરકાયદેસર પ્રવૃતી આચનારા ઇસમો વિરુધ્ધ તડીપાર, પાસા તેમજ ગુજસીટોક મુજબની કડક કાર્યવાહી કરવામાં આવશે. કોમ્બીંગ દરમ્યાન રાજકોટ શહેરની તમામ શાખા/પોલીસ સ્ટેશન દ્વારા શહેર વિસ્તારમાં અન્ય અસરકારક કામગીરી કરવામાં આવેલ છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે
