સૌની યોજના અંતર્ગત માલણડેમનાં મથાળના ગામો સરેરા,કરલા,મોઠા વિગેરેની નઠીઓમાં પાણી ઠાલવીને ડેમ ભરવા અંગે રજુઆત કરતા મહુવાયાર્ડના ચેરમેન ગભરૂભાઇ જી.કામળીયા
સૌની યોજના અંતર્ગત માલણડેમનાં મથાળના ગામો સરેરા,કરલા,મોઠા વિગેરેની નઠીઓમાં પાણી ઠાલવીને ડેમ ભરવા અંગે રજુઆત કરતા મહુવાયાર્ડના ચેરમેન ગભરૂભાઇ જી.કામળીયા
જેસર તાલુકાનાં અમારા આવેલા સરેરા, કરલા, મોદા, ઈટીયા, ઉગલવાણ, કોબાડીયા અને કરજાળા જેવા ગામો ડુંગરાળ વિસ્તારમાં આવેલ છે. જે ગામોનાં ડુંગરાઓમાંથી માલણનદીમાં પાણી આવે છે. સૌની યોજના અંતર્ગત ઉનાળામાં જયારે માલણ ડેમ ભરવામાં આવે છે. ત્યારે માલણડેમની તદન નજીકમાં લાગુ પડતી નદીમાં પાણી ઠાલવીને ભરવામાં આવે છે. જયારે અમારા ઉકત ગામડાઓની નદીઓ જે મથાળમાં આવેલ છે. અને તે નદીઓમાં ચેકડેમો પણ આવેલા છે. આથી ઉકત ગામોની નદીઓમાં પાણી ઠાલવીને માલણડેમ ભરવામાં આવે તો આ ગામોની નદીઓમાં આવેલા ચેકડેમો ભરાયા બાદ માલણડેમમાં પાણી જાય અને આ ગામોનાં પાણીનાં તળ સુધરે તેમજ આ ગામોને તેનો લાભ મળી શકે તેમ છે.
આપ સાહેબને ખાસ ધ્યાન દોરવાનું કે બાજુમાં આવેલ રોજકી ડેમ તેના મથાળનાં આવેલ ગામોની નદીઓમાં પાણી ઠાલવીને ભરવામાં આવે છે. જેથી ગામડાઓને તેનો પુરતો લાભ મળી શકે.
અમારી આ રજુઆત વ્યાજબી હોય આપ સાહેબ આ બાબતે ફરીવાર જરૂરી સરવે કરાવી યોગ્ય કરશો તેવી અમારા ઉકત ગામના લોકો વતી ખાસ વિનંતી સહ રજુઆત છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
