ક્રિકેટ સટ્ટાના બે દરોડા બે શખ્સ પકડાયા, બેની શોધખોળ - At This Time

ક્રિકેટ સટ્ટાના બે દરોડા બે શખ્સ પકડાયા, બેની શોધખોળ


શહેરમાં ગુંદાવાડી ચોરા પાસે ક્રાઇમ બ્રાંચની ટીમે શંકાસ્પદ શખ્સને અટકાવી તેને પૂછતાછ કરતાં તે વિપુલ ભૂપતભાઇ શિયાણી હોવાનું અને તેની પાસેથી મળી આવેલા બે મોબાઇલની તલાશી લેતા તે આઇપીએલ ટી-20 ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચેના મેચ દરમિયાન સટ્ટો રમતો હોવાનું અને તેની વધુ પૂછતાછ માં વધુ એક શખ્સનું નામ ખૂલતા તેની શોધખોળ કરી હતી. જ્યારે બીજા દરોડામાં ક્રાઇમ બ્રાંચની ટીમે યુનિવર્સિટી રોડ પર ઋષિકેશ સોસાયટીમાં રહેતા અશોક ધનજીભાઇ કોટડિયાની ક્રિકેટ સટ્ટો રમતા ઝડપી લઇ તેની ધરપકડ કરી મોબાઇલ ફોન સહિતની મતા કબજે કરી તેની પૂછતાછ કરતા તેને જનકપુરી સોસાયટીમાં રહેતો તુષાર જેન્તીભાઇ કાંજીયાનુ નામ આપતા પોલીસે વધુ એક આરોપીની શોધખોળ કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.