બહાર 44 ડિગ્રીથી તાપ, ઘરમાં વીજ ધાંધિયાથી બાફ - At This Time

બહાર 44 ડિગ્રીથી તાપ, ઘરમાં વીજ ધાંધિયાથી બાફ


શહેરમાં આકરી ગરમી અને લૂથી અંગ દઝાડતા રસ્તાઓ બન્યા સૂમસાન, હીટવેવનું એલર્ટ હજુ બે દિવસ પણ તાપમાન આખું સપ્તાહ 43ની આસપાસ રહે તેવી આગાહી.

રાજકોટ શહેરમાં બે દિવસ મહત્તમ તાપમાન 43 ડિગ્રી રહ્યા બાદ બુધવારે પારો 44 ડિગ્રી સેલ્સિયસને પાર થઈ ગયો હતો. હીટવેવની આગાહીમાં ગરમી સતત વધવાની સ્થિતિમાં લોકો હવે કંટાળી ગયા છે. રસ્તાઓ સૂમસાન બન્યા છે અને વૃદ્ધો તેમજ બાળકોના આરોગ્ય પર પણ અસર પડી રહી છે. તેવામાં પીજીવીસીએલ આવા સમયે અલગ અલગ વિસ્તારોમાં શટડાઉન રાખી રહી છે જેથી લોકો ગરમીમાં વધુ અકળાઈ રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.