રાજમાર્ગોના ચોક પર ભિક્ષાવૃત્તિની પ્રવૃત્તિ બંધ કરાવો, કલેક્ટરને રજૂઆત - At This Time

રાજમાર્ગોના ચોક પર ભિક્ષાવૃત્તિની પ્રવૃત્તિ બંધ કરાવો, કલેક્ટરને રજૂઆત


શહેરના તમામ રાજમાર્ગો પરના ચોક પર ભિક્ષાવૃત્તિ કરતા બાળકો તેમજ વૃદ્ધ લોકોનું દબાણ દૂર કરવા શિવસેના દ્વારા કલેક્ટરને તેમજ સમાજ સુરક્ષા શાખાને લેખિતમાં રજૂઆત કરી છે. જિલ્લા પ્રમુખ ચંદુભાઇ પાટડિયા સહિતના લોકોએ કરેલી રજૂઆત મુજબ, ટ્રાફિક વ્યવસ્થા માટે રાજમાર્ગો પરના ચોક પર ટ્રાફિક સિગ્નલો પર વાહન ઊભા રહેતાની સાથે જ બાળકો તેમજ વૃદ્ધ વ્યક્તિઓ વસ્તુ વેચવાના બહાને, કાચ સાફ કરવાના બહાને ભિક્ષાવૃત્તિ કરવા વાહન પાસે દોડી આવે છે. જેને કારણે કયારેક ભિક્ષાવૃત્તિ કરતા લોકો વાહનની અડફેટે ચડી જવાને કારણે ગંભીર અકસ્માતો સર્જાતા હોવાને કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઇ જાય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.