રાણપુરના સુંદરિયાણા ગામે હડકાયા કૂતરાનો આંતક પાંચને બચકા ભર્યા - At This Time

રાણપુરના સુંદરિયાણા ગામે હડકાયા કૂતરાનો આંતક પાંચને બચકા ભર્યા


રાણપુર તાલુકાના સુંદરિયાણા ગામે હડકાયા કૂતરાએ આંતક મચાવ્યો હતો જેમાં પાંચ લોકોને કૂતરાએ બચકા ભરતા તાત્કાલિક બોટાદની સોનાવાલા હોસ્પિટલમાં સારવાર વખતે ખસેડવામાં આવ્યા હતા અહીં હડકવાની રસી નહીં મળવાના કારણે દર્દીઓએ ઠેઠ ભાવનગર સુધી ધક્કો થયો હતો
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના સુંદરિયાણા ગામે હડકાયા કૂતરાએ આંતક મચાવ્યો હતો વાડીએ કામ કરતા પાંચ લોકોને બચકા ભર્યા હતા. બીજા ગ્રસ્તો એને સારવાર અર્થે બોટાદની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં બોટાદની સરકારી હોસ્પિટલમાં હડકવાની રસી ન હોવાથી સારવાર માટે દર્દીઓને ભાવનગર ખસેડવામાં આવ્યા હતા. જેને લઇ દર્દીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો અને વહીવટી પ્રશાસન દ્વારા સરકારી હોસ્પિટલમાં સામાન્ય આવા પ્રકારની રસીનું યોગ્ય પ્રમાણમાં સ્ટોક નહીં હોવાના કારણે દર્દીઓને 100 કિલોમીટર વધારે ભાવનગર જવાનો વારો આવે છે જેના કારણે સરકારી હોસ્પિટલમાં યોગ્ય વ્યવસ્થા ઊભી કરવા પણ દર્દીઓએ માંગ કરી હતી


9724365353
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image