રાજકોટ તરફ જતા વાહનો માટે જાહેર કરેલા ટ્રાફિક ડાયર્વઝન રૂટ, પોલીસ કમિશનર. - At This Time

રાજકોટ તરફ જતા વાહનો માટે જાહેર કરેલા ટ્રાફિક ડાયર્વઝન રૂટ, પોલીસ કમિશનર.


રાજકોટ શહેર તા.૨૮/૧/૨૦૨૫ ના રોજ રાજકોટ તા.૨૮ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ ભારત તથા ઈંગ્લેન્ડ વચ્ચે આંતરરાષ્ટ્રીય T-20 ક્રિકેટ મેચ પડધરી તાલુકાના ખંઢેરી ખાતેના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે યોજાનાર છે. મેચમાં આશરે ૩૦ હજાર પ્રેક્ષકો વાહન સાથે આવનાર છે. આ સ્ટેડિયમ રાજકોટ-જામનગર હાઇ-વે રોડ પર હોવાથી હાઈ-વે પર વાહનોનો ટ્રાફિક રહેતો હોઈ ક્રિકેટ મેચના દિવસ દરમિયાન ટ્રાફિકજામ નિવારવા માટે તા.૨૫/૧/૨૦૨૫ ના ૧૬:૦૦ કલાકથી તા.૨૯/૧/૨૦૨૫ના ૧ કલાક સુધી અમદાવાદ તરફથી આવતા હેવી વાહનો બેડી ચોકડીથી મોરબી રોડ મીતાણા/ટંકારા થઇ જામનગર, ધ્રોલ તરફ જઈ શકશે, બેડી ચોકડીથી માધાપર તરફ આવી શકશે નહિ. માધાપર ચોકડી તથા ઘંટેશ્વર ટી-પોઈન્ટથી ભારે વાહનો ટ્રક, ટેન્કર, ટેઈલર વગેરે મોટા હેવી વાહનો જામનગર રોડ ખંઢેરી સ્ટેડીયમ તરફ જઈ શકશે નહિ. આ જાહેરનામું સરકારી વાહનો, એમ્બ્યુલન્સ તથા ફાયર ફાઈટર જેવા વાહનોને લાગુ પડશે નહીં. આ આદેશનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image