સંતરામપુર નગર પાલિકા ટાઉનહોલ ખાતે મહીસાગર એસ.પી. ની અધ્યક્ષતામાં લોકદરબાર યોજાયો..
મહીસાગર જિલ્લામાં આવેલ સંતરામપુર નગર પાલિકા ના ટાઉન હોલ માં મહીસાગર એસ.પી.ની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો હતો.જેમાં ગેરકાયદેસર વ્યાજખોરો વિરુદ્ધ સરકારક કાર્યવાહી કરવા ના હેતુસર લોક દરબાર યોજાયો હતો. સંતરામપુર તાલુકાના મુખ્ય મથક સંતરામપુર નગર પાલિકા ટાઉન હોલ માં એસ.પી. મહીસાગર બારોટ અને ડી.વાય.એસ.પી. એમ.વી.વળવી ની ઊપસથિતિ માં લોક દરબાર યોજવામાં આવેલ હતો. જેમાં સંતરામપુર ના પી.આઈ મછાર સંતરામપુર પોલીસ સ્ટાફ મિત્રો ને નગરજનો આજુબાજુ ગામના સરપંચો તેમજ વેપારીઓ હાજર રહ્યા હતા. જેમાં સંતરામપુર પોલીસ સ્ટેશન સંતરામપુર શહેર વિસ્તારમાં રહેતા તમામ નાગરિકો માટે ગેરકાયદેસર વ્યાજખોરો વિરુદ્ધ અસરકારક કાર્ય કરવાની હેતુસર યોજવામાં આવેલો હતો લોક દરબાર જેમાં સંતરામપુર ના પી.આઇ મછાર સાહેબ તેમજ સંતરામપુર પોલીસ સ્ટાફ મહીસાગર એસ પી સાહેબ દ્વારા નાગરિકો પાસેથી ગેરકાયદેસર રીતે વ્યાજખોરો દ્વારા અતિશય વ્યાજ લેવામાં આવતું હોય અને શોષણ કરવામાં આવતું હોય તો તેવા અરજદારોએ પોલીસ સ્ટેશનમાં પુરાવાઓ સાથે અરજી આપવા માટે અને પોલીસ તેના વિરુદ્ધ શું કાર્યવાહી કરી શકે છે તે માટેની વિસ્તૃત માહિતી આપેલ હતી.
જેમાં લોક દરબારમાં ઉપસ્થિત વ્યાજખોર નો ભોગ બનેલો ઇસમ દ્વારા રજૂઆત કરવામાં આવેલ હતી. અને વ્યાજખોરનો ભોગ બનેલા ઈસમ વ્યાજખોર ઈસમ યોગ્ય કાર્યવાહી કરવા માટે લેખિતમાં પોલીસ સ્ટેશન અરજી આપવા માટે રજૂઆત કરેલ હતી.તેમજ ચાઈનીઝ દોરી નહીં વાપરવા ને ચાઈનીઝ દોરી નું વેચાણ કરનારા ની માહિતી આપવા નો પણ અનુરોધ કરેલ હતો.
આ કાર્યક્રમ નિમિત્તે મહીસાગર જિલ્લા અધિક્ષક એસ.પી.બારોટ સાહેબ ને ડી. વાય. એસ.પી. એમ.વી.વળવી સાહેબ સંતરામપુર શહેર પોલીસ ઇન્સ્પેકટર એમ.બી.મછાર ને સબ ઇન્સ્પેકટર કે. એમ. માલીવાડ સાહેબ, સંતરામપુર પોલીસ મિત્રો, સંતરામપુર તાલુકાનાં આજુ બાજુના સરપંચ શ્રીઓ, ગામજનો વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.