જસદણના જુના બસ સ્ટેશનમાં એસ.ટી. બસનું સમયપત્રક લગાવવાની લોક માંગણી
જસદણના જુના બસ સ્ટેશન ખાતે થોડા મહિના પહેલા એસ. ટી.ના જુના બસ સ્ટેશનના બિલ્ડીંગને પાડીને નવું બનાવવામાં આવ્યું છે. જુના બસ સ્ટેશન ખાતેના અગાઉના જૂના બિલ્ડિંગમાં પતરા ઉપર એસ.ટી. બસનું સમય પત્રક લગાડેલું હતું. પરંતુ જુના બસ સ્ટેશન ખાતે એસ.ટી.નું બિલ્ડીંગ ધરાશાયી કરીને ફરીથી બનાવવામાં આવ્યું. ત્યારબાદ એસ.ટી.નું સમયપત્રક લગાડવામાં આવ્યું નથી. જુના બસ સ્ટેશન ખાતેથી આસપાસના ૩૦ થી ૪૦ ગામડાના લોકો જુદા જુદા ગામડાઓમાંથી અવારનવાર વેપાર ધંધા અર્થે જસદણ ખાતે એ.સટી. બસમાં આવતા જતા હોય છે. તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા અશિક્ષિત લોકો પાસે એસ.ટી.નું ઓનલાઈન ટાઈમ ટેબલ જોવાની આવડત અને સુવિધા પણ હોતી નથી. જસદણના જાગૃત નાગરિકોએ જસદણ એસ.ટી. ડેપો મેનેજરને અનેક વખત રજૂઆત કરી હોવા છતાં ટાઈમટેબલ મૂકવામાં આવ્યું નથી. છેવટે જાગૃત નાગરિકોએ આ અંગે
મુખ્યમંત્રીને તથા વાહન વ્યવહાર મંત્રીને લેખિત રજૂઆત કરીને જસદણના જુના બસ સ્ટેશનના બિલ્ડિંગમાં એસ.ટી.નું સમયપત્રક લગાડવાની માગણી કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
