તમારા રૂપિયા નીચે પડી ગયેલ છે પ્રૌઢને કહીં અજાણ્યાં શખ્સે કારમાંથી લેપટોપની તફડંચી કરી - At This Time

તમારા રૂપિયા નીચે પડી ગયેલ છે પ્રૌઢને કહીં અજાણ્યાં શખ્સે કારમાંથી લેપટોપની તફડંચી કરી


પંચનાથ હોસ્પિટલ પાસે તમારા રૂપીયા નીચે પડી ગયેલ છે’ પ્રૌઢને કહીં અજાણ્યાં શખ્સે કારમાંથી લેપટોપની તફડંચી કરી નાસી છૂટ્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. બનાવ અંગે એ. ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે રાજનગર સોસાયટી શેરીમાં રહેતાં મનોજભાઇ રતનસીંગ ભટ્ટી (ઉ.વ.49) એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ પંચનાથ પ્લોટ શેરી નં.9 માં ગેલેક્ષી કોમ્પલેક્ષમાં ઓફીસ નં.-13,14 વર્ધમાન ટેક્ષટાઇલ્સ નામની દિપકભાઈ કાંતીલાલ બાવીસીની પેઢીની ઓફીસમાં નોકરી કરે છે. ગઈકાલે બપોરના તેઓ ઓફીસે નોકરીમાં હતાં ત્યારે તેના શેઠ દિપકભાઇ કાંતીલાલ બાવીસી ઓફીસે આવેલ અને કહેલ કે, મારી ક્રેટા કાર મે પંચનાથ હોસ્પિટલ પાસે શેરીમાં રાખેલ છે તો ત્યાથી લઇને અહી ઓફીસ પાસે પાર્કિંગમાં પાર્ક કરી દો અને કારમાં પાછળની સીટમાં મારૂ લેપટોપ રાખેલ છે તે લેતા આવજો તેમ કહેતાં તેઓ કારની ચાવી લઈ શેઠની ક્રેટા કાર લેવા માટે ગયેલ અને આ કારનો ડ્રાઇવર સાઇડનો દરવાજો ખોલી અને ડ્રાઇવિંગ સીટ ઉપર બેસતો હતો ત્યારે એક અજાણ્યો શખ્સ સામેથી ચાલીને આવતો હોય જેણે કહેલ કે, તમારા રૂપીયા નીચે પડી ગયેલ છે તેમ કહી તે આગળ ચાલવા લાગેલ બાદ ડ્રાઇવર સાઇડના દરવાજા પાસે નીચે રોડ ઉપર જોયુ તો દસ તથા વીસ રૂપીયાની દસ બાર નોટો નીચે પડેલ હતી.
જેથી ફરિયાદીએ કારમાથી નીચે ઉતરીને રૂપીયા ભેગા કરીને લઈ લીધેલ, બાદમાં કાર ચલાવીને ગેલેક્ષી કોમ્પલેક્ષ પાસે રોડ ઉપર કાર પાર્ક કરી કારની પાછળની સીટમાંથી લેપટોપ લેવા માટે કારનો પાછળનો દરવાજો ખોલીને જોયું લેપટોપનુ બેગ જોવામા આવેલ ન હતું. જેથી શેઠને ફોન કરીને જણાવેલ કે, કારમા લેપટોપ છે નહી તેમ વાત કરતા તેઓએ જણાવેલ કે, કારમાં જ લેપટોપ સાથેની બેગ રાખેલ હતી. બાદમાં અજાણ્યાં શખ્સેએ કહેલ રૂપીયા વાળી વાત યાદ આવતા તે સ્થળની આજુબાજુના કેમેરા જોતા તે અજાણ્યો શખ્સ કારમાંથી પાછળનો દરવાજો ખોલીને લેપટોપની બેગ લઈને જતો કેમેરામાં જોવામાં આવેલ હતો. જથી તેઓના શેઠની કારમાંથી રૂપિયા 15 હજારનું લેપટોપ કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયાની ફરીયાદ નોંધાવી હતી.
બનાવ અંગેની ફરિયાદ પરથી એ. ડિવિઝન પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે લેપટોપની તફડંચી કરનાર શખ્સની શોધખોળ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.