રવિવારના રોજ બોટાદ જિલ્લાની જ્ઞાનમંદિર સ્કૂલમાં જિલ્લા કક્ષાની કરાટે ચેમ્પિયનશિપ યોજાય - At This Time

રવિવારના રોજ બોટાદ જિલ્લાની જ્ઞાનમંદિર સ્કૂલમાં જિલ્લા કક્ષાની કરાટે ચેમ્પિયનશિપ યોજાય


રવિવારના રોજ બોટાદ જિલ્લાની જ્ઞાનમંદિર સ્કૂલમાં જિલ્લા કક્ષાની કરાટે ચેમ્પિયનશિપ યોજાય

૧૦/૦૩/૨૦૨૪ ના રોજ રવિવારે જ્ઞાનમંદિર સ્કૂલમાં સ્પોર્ટ્સ કરાટે એસોસિયન બોટાદ દ્વારા બોટાદ જિલ્લા લેવલ કરાટે સ્પર્ધા યોજાઈ જેમાં બહોળી સંખ્યામાં બાળકોએ ખૂબ ઉત્સાહ થી ભાગ લીધો હતો. સ્પોર્ટ્સ કરાટે એસોસીએશન બોટાદના પ્રમુખ અને ત્રણ ડિગ્રી બ્લેક બેલ્ટ સેનસાઈ રાઠોડ લાલજીભાઇ સાહેબ એ જણાવ્યા મુજબ એક દિવસમાં બે સ્પર્ધા સ્પર્ધા યોજાઇ.કાતા અને કુમિતે(ફાઇટ).જેમાં અલગ અલગ વજન અને ઉંમર શ્રેણીમાં બેઉ રમતના વિજેતા ખેલાડી ને મેડલ આપી સન્માનિત કર્યા.એની ઉપરાંત બેસ્ટ ગર્લ પ્લેયર અને બેસ્ટ બોય પ્લેયર ને ટ્રોફી એવોર્ડ આપી જે બંને રમતમાં પ્રથમ નંબરે આવ્યા ડબલ ગોલ્ડ મેડલ મેળવ્યા. અંડર 9 ભાઈઓમાં ત્રિવેદી પ્રસન્નએ અંડર 14 ભાઈઓ વોરા પ્રાંશુ રાકેશભાઈ,અંડર 17 માં વોરા ધાર્મી રાજેશભાઈ ઓપનમાં બેઢીયા અલીશા પંકજભાઈ,ટ્રોફી એવોર્ડ આપી અને સન્માનિત કર્યા.જીતેલા બાળકો પ્રથમ દ્વિતીય નંબરે આવેલા આગામી દિવસોમાં જિલ્લા લેવલની સ્પર્ધા રમવા જશે. તમામ બાળકોએ સ્કૂલ પરિવાર,ટ્રસ્ટીગણ,ઘર પરિવાર અને કરાટે કોચ તરફથી ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.