જેસીઆઈ જુનાગઢ તથા જેસીઆઇ જુનાગઢ મહિલા સીટી દ્વારા 75 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી. - At This Time

જેસીઆઈ જુનાગઢ તથા જેસીઆઇ જુનાગઢ મહિલા સીટી દ્વારા 75 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી.


જેસીઆઈ જુનાગઢ તથા જેસીઆઇ જુનાગઢ મહિલા સીટી દ્વારા 75 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી.
આ પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે જ્યારે આખો દેશ દેશભક્તિના રંગે રંગાયેલો છે ત્યારે જેસીઆઇ જુનાગઢ અને જેસીઆઇ જુનાગઢ મહિલા સીટી દ્વારા પણ ગણતંત્ર દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી આદર્શ પ્રાઇમરી સ્કૂલ, દુબળી પ્લોટ,ગરબીચોક ,જુનાગઢ
ખાતે કરવામાં આવી હતી.
જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીત ઉપર નૃત્ય દ્વારા દેશભક્તિ રજૂ કરી હતી. અને જેસીઆઈ જુનાગઢ ના પ્રમુખ જેસી ચિરાગ કડેચા,ડાયરેક્ટર જેસી કિશોર ચોટલીયા,તથા જેસીઆઈ ઝોન-7 ના ઝેડવીપી જેસી પાર્થ પરમાર દ્વારા આ કાર્યક્રમને અનુરૂપ વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ માટે જેસીઆઇ જુનાગઢ તથા જેસીઆઈ જુનાગઢ મહિલા સીટી દ્વારા વિદ્યાર્થીઓના પ્રોત્સાહન સ્વરૂપે ભેટ આપી હતી.
આજના આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આદર્શ પ્રાઇમરી સ્કૂલના પ્રિન્સિપાલ મેહુલભાઈ પરમાર તથા તેમનો સ્ટાફ તથા જેસીઆઈ જુનાગઢ ના પ્રમુખ ચિરાગ કડેચા,ડાયરેક્ટર જેસી કિશોર ચોટલીયા,સહયોગી મંત્રી જેસી જગદીશ મદનાની,જેસી ચેતન સાવલિયા , જેસીઆઈ ઝોન-7 ના ઝેડવીપી જેસી પાર્થ પરમાર, ઝોન ડાયરેક્ટર જેસી વિરલ કડેચા, તથા જેસીઆઈ જૂનાગઢ મહિલા સીટીના પ્રમુખ ભાવિશા દેકીવાડીયા,જેસી સંગીતા સાવલિયા દ્વારા જહેમત ઉઠાવી સફળ બનાવવામાં આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.