લૂંટ અને બે સગીર દિકરીઓ પર હુમલો કરનાર આરોપીની વટવા પોલીસે કરી ધરપકડ,વટવા પોલીસ સ્ટેશનના પીઆઈએ ઉઠાવ્યો સારવારનો ખર્ચ - At This Time

લૂંટ અને બે સગીર દિકરીઓ પર હુમલો કરનાર આરોપીની વટવા પોલીસે કરી ધરપકડ,વટવા પોલીસ સ્ટેશનના પીઆઈએ ઉઠાવ્યો સારવારનો ખર્ચ


આજે આપણે વટવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે બાળકીઓ પર જીવલેણ હુમલો થયો હતો તેનાં વિશે આપને જણાવવા જઈ રહ્યા છીએ.આ ઘટનાની વિગતવાર વાત કરીએ તો અમદાવાદ શહેરના ઘોડાસર વિસ્તારમાં કેડીલા બ્રિજ પાસે સમર્પણ ફ્લેટ આવેલ છે.આ ફ્લેટમાં અભિ સિધ્ધપરા નામની વ્યક્તિ પોતાના પરિવાર સાથે રહે છે અને તેઓ ડેરી અને કરીયાણાની દુકાન ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.દુકાનના કામકાજ અર્થે તેઓએ તુષાર કોષ્ટી નામની વ્યક્તિને નોકરી પર રાખ્યો હતો તેમજ તેને પોતાના ઘરમાં રહેવા માટે પણ આશ્રય આપ્યો હતો. નવરાત્રી દરમિયાન તુષાર કોષ્ટી દારૂનાં નશામાં ઘરે આવતાં અભિ સિધ્ધપુરાએ તેને નોકરીમાંથી કાઢી મુક્યો હતો. તુષાર કોષ્ટીને આમ અચાનક પોતાને અપમાનિત કરી નોકરીમાંથી હાંકી કાઢતા ગુસ્સો આવ્યો હશે, પરંતુ એ દરમિયાન ગુસ્સા ને પોતાની અંદર સમાવી જતો રહ્યો હતો.

ત્યારે તા.28/04/2024 નાં રોજ તુષાર કોષ્ટી પોતાના અપમાનનો બદલો લેવાની ભાવના સાથે ઘોડાસર કેડીલા બ્રિજ ખાતે આવેલા સમર્પણ ફ્લેટ પર સવારના 8 વાગ્યાની આસપાસ અભિ સિધ્ધપરાના ઘરે પહોંચ્યો હતો.આરોપી તુષાર કોષ્ટી અસલમાં ફરિયાદી પર હુમલો કરવાના ઈરાદે ગયો હતો પરંતુ ફરિયાદી ઘરે હાજર નહોતો એટલે તેણે તેની બે સગીર દિકરીઓ પર લોખંડની પાઈપ વડે જીવલેણ હુમલો કર્યો હતો.આ સાથે આરોપીએ ઘરમાંથી રોકડા 1,76 હજાર અને એટીએમ કાર્ડની પણ ઉઠાંતરી કરી હતી, ત્યારબાદ ભાગી ગયો હતો.આરોપીએ એટીએમ કાર્ડમાંથી પણ 10 હજાર ઉપાડી લીધા હતા.

આ અંગે વટવા પોલીસ સ્ટેશનમાં લૂંટ અને હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાતા જ વટવા પોલીસ સ્ટેશનના પીઆઈ કુલદીપદાન ગઢવી સાહેબનાં માર્ગદર્શન હેઠળ આરોપીની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા.વટવા પોલીસે બાતમીના આધારે અંતે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.આરોપીની ધરપકડ બાદ પુછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે આરોપી ઘટનાને અંજામ આપ્યા બાદ ભાગીને ઉત્તર ગુજરાતમાં અલગ-અલગ જિલ્લાઓમાં ફર્યા બાદ મુંબઈ ભાગી ગયો હતો.જોકે આરોપીએ તેના મિત્ર મારફતે તેણે કરેલી ફરિયાદમાં વટવા પોલીસની શું તપાસ ચાલે છે તેની જાણકારી મેળવ્યા બાદ અમદાવાદમાં આવ્યો હતો અને વટવા પોલીસના હાથમાં પકડાઈ ગયો હતો.

બનાવની ગંભીરતા જોતા ઈજાગ્રસ્ત બાળકીની સારવાર માટે વટવા પોલીસ સ્ટેશનના પીઆઇ કુલદીપ દાન ગઢવી એ ખર્ચ ઉઠાવ્યો હતો.ફરિયાદી પરિવારે પીઆઇ કુલદીપ દાન ગઢવી ની આભાર પણ વ્યક્ત કર્યો હતો ત્યારે આ મદદ કરવા થી ફરી એક વાર પોલીસ ની માનવતા ની મહેક પસરી હતી.

પોલીસ ની કસ્ટડીમાં આવ્યા બાદ કડક પૂછપરછ બાદ તેણે રચેલી માયાજાળ ભાંગી પડી હતી અને પોતે કરેલા ગુના ની કબૂલાત વટવા પોલીસ પાસે કરી લીધી હતી. વટવા પોલીસે આરોપી એ અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.

SAURANG THAKKAR
A'BAD JILLA BUREAU CHIEF


9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.