વિસાવદર માં વિવિધ સ્થળોએ મોટાપાયે પેશકદમી હવે ડીમોલેશનની ખાસ જરૂર - At This Time

વિસાવદર માં વિવિધ સ્થળોએ મોટાપાયે પેશકદમી હવે ડીમોલેશનની ખાસ જરૂર


વિસાવદર માં વિવિધ સ્થળોએ મોટાપાયે પેશકદમી હવે ડીમોલેશનની ખાસ જરૂરપણ ડિમોલેશન થશે કે પછીરાજકીય પ્રેસર માં અધિકારી ઓના હાથનીચેપડશે કારણ કે મોટાભાગ ની પેસ્કદમી રાજકીય બાબુઓ દ્વારા થયેલ છે તેનું એક ઉદાહરણ તો વિસાવદર ના પ્રવેશદ્વાર માંજ થયેલ ગેરકાયદેસર બાંધ કામછે અરજદાર દ્વારા અવારનવાર રજુવાત તેમજ આધાર પુરાવા આપવા છતાં સરકારીબાબુઓ જવાબ દરિઓની ફેકાફેંકી કરીને અરજદાર ને ગેરમાર્ગેદોરેછે તૌસુ રાજકીય બાબુઓઆવા ગેરકાયદેસર બાંધકામ કરતા રેસે અને સરકારી બાબુઓ આંખમીંચીને તમાસો જોતારેસે કે પછી રાજકીય બાબુઓની સેહ શરમ રાખ્યા વગર પોતાની ફરજ નિભાવશે ખાયકી અને દબાવ હેઠળ ચાલતા બિન અધિકૃત કબજાઓસરકારમાં બેઠેલા સેવકોને ખબર છે કે વિસાવદર સ તથા કેટલાય ગ્રામ્ય વિસ્તારોમાં મોટાપાયે ગેરકાયદેસર રીતે કબજો કરી જમીન હડપી લેવાના કારસાઓ કેટલાય રાજકીય અને અધિકારીઓ ના ચમચાઓ દ્વારા મોટા મોટા ષડયંત્રો ઘડાઈ રહયા છે. તેના ભાગરૂપેવિસાવદરમાં વિવિધ સ્થળોએ મોટા પ્રમાણમાં પેશકદમી કરી લેભાગુ તત્વોએ મિલ્કતો ઉભી કરી રહયા છે.અને તંત્રનું ભેદી મૌન એ દર્શાવે છે કે અધિકારીઓ પોતે ડરતા લાગે છે અથવા અધિકારીઓની મીલી ભગત કે કોઈ જાતના હપ્તાખોરી કે રૂશ્વત હેઠળ સરકારી ખુલ્લી જમીનો પર ભૂમાફીયાઓ રાજ કરી રહયા છે.થોડા સમય પહેલા એક જાગૃત નાગરિકે પણ આ બાબતે આત્મ વિલોપનની લેખિતમાં ચીમકી આપી પણ એકપણ સરકારી ઓફીસે આ બાબતે નોંધ નથી લીધી.ગૌચર જમીનો પર કબજો કરીને સેટલમેન્ટ સાથે ચાલતી પ્રથા એ વિસાવદરના કેટલાય દલાલો પોતાની આદત છે તેવું ખુલ્લેઆમ ચર્ચાઈ રહયુ છે.સરકારી જમીનોમાં ખનન પ્રવૃતિઓ રોજીંદી ઘટનાઓ છે.અને કેટલાક ઉચ્ચ અધિકારીઓ એકાદ નાનકડો દરોડો પાડી અને પોતે ખૂબ અકડ વલણ ધરાવે છે તેવી છાપ ઉભી કરી રહયા છે.વિસાવદર શહેરનો એક પણ વિસ્તાર નથી જયાં પેશકદમીઓ નથી થઈ.ઘણી જગ્યાએ સરકારી જમીનમાં પાકુ બાંધકામ કરીને પોતાના નામે અધિકૃત કરવામાં સેટલમેન્ટ થઈ રહ્યા છે.જયાં જુઓ ત્યા ભ્રષ્ટાચાર ફૂલો ફાલ્યો છે.વિસાવદરની જનતાને કોઠે પડી ગયુ એમ લાગે છે.

રિપોર્ટ મુકેશ રીબડીયા
હરેશ મહેતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.