ગુજરાતમાં વ્યાપક અને ભારે વરસાદથી સર્જાયેલી વિકટ પરિસ્થિતી અંગેની વિગતો મેળવતા નરેન્દ્રભાઈ મોદી : ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી - At This Time

ગુજરાતમાં વ્યાપક અને ભારે વરસાદથી સર્જાયેલી વિકટ પરિસ્થિતી અંગેની વિગતો મેળવતા નરેન્દ્રભાઈ મોદી : ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી


વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરીને ગુજરાતમાં વ્યાપક અને ભારે વરસાદથી સર્જાયેલી વિકટ પરિસ્થિતી અંગેની વિગતો મેળવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાત વિસ્તારમાં પાછલા 48 કલાકમાં જે ભારે વરસાદ વરસ્યો છે તેની અને તેને પરિણામે ઊભી થયેલી સ્થિતિની વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીને સંપૂર્ણ વિગતો આપી હતી.
વડાપ્રધાનશ્રીએ આ વરસાદી સ્થિતીને પહોચી વળવા NDRF સહિતની તમામ જરૂરી મદદ માટે કેન્દ્ર સરકાર રાજ્યના વરસાદ અસરગ્રસ્તોની પડખે હોવાની ખાતરી આપી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.