સાણંદ ના ઝાંપ ગામની ખેલ મહાકુંભ જિલ્લા કક્ષાની હોકી સ્પર્ધા બેટીમ વિજેતા - At This Time

સાણંદ ના ઝાંપ ગામની ખેલ મહાકુંભ જિલ્લા કક્ષાની હોકી સ્પર્ધા બેટીમ વિજેતા


અમદાવાદ ગ્રામ્ય માં ખેલ મહાકુંભની જિલ્લા કક્ષાની હોકી સ્પર્ધા માં સાણંદ તાલુકાના ઝાંપ ગામની અન્ડર 14 અને અંડર 17 બહેનોની ટીમ વિજેતા બની છે. વિજયી ભારત ફોઉન્ડેશન સંચાલિત ખેલે સાણંદ યોજના હેઠળ વ્યાયામ શિક્ષક પ્રવીણભાઈ એ તૈયાર કરેલ બંને ટીમો રાજ્ય કક્ષાએ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. ગામના સરપંચ રાજુભાઈ, એસએમસી કમિટી, ખેલે સાણંદ યોજનાના પ્રોજેક્ટ ડાયરેક્ટર ભરતજી ઠાકોર, ગ્રામજનો અને વિજયી ભારત ફોઉન્ડેશન ના ડાયરેક્ટર દુર્ગેશ અગ્રવાલ, જલજ દાની, ધનરાજ નાથવાની અને દિલીપ ઠાકરએ ટીમના ખેલાડીઓને તેમના કોચ શ્રી પ્રવીણભાઈ બી પટેલ ગ્રામજનો એ ખૂબ ખૂબ અભિનંદન પાઠવી રાજ્ય કક્ષાએ સારો દેખાવ કરવા શુભકામનાઓ પાઠવી છે.

રીપોર્ટર. મુકેશ ધલવાણીયા


8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.